વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય કુવૈતની મુલાકાતે છે. પીએમ મોદી આજે મધ્ય-પૂર્વના દેશ પહોંચ્યા. વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, 43 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુવૈતના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. વડાપ્રધાન કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.