હરિયાણાના હિસાર જિલ્લાના દડૌલી ગામમાં ૧૦૦ વર્ષનાં મીરા દેવી નામનાં દાદીનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો. આમ તો મીરા દેવી શાંત, સરળ અને સંયમિત સ્વભાવનાં છે અને સાદું ભોજન ખાઈને સેહતમંદ રહ્યાં છે.
૧૦૦ વર્ષનાં દાદીએ નાચીને જન્મદિવસ ઊજવ્યો
હરિયાણાના હિસાર જિલ્લાના દડૌલી ગામમાં ૧૦૦ વર્ષનાં મીરા દેવી નામનાં દાદીનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો. આમ તો મીરા દેવી શાંત, સરળ અને સંયમિત સ્વભાવનાં છે અને સાદું ભોજન ખાઈને સેહતમંદ રહ્યાં છે. મીરાદાદીએ તેમના જન્મદિવસની ધામધૂમથી થયેલી ઉજવણીમાં એવો ડાન્સ કર્યો હતો કે એ જોઈને લાગે જ નહીં કે બાએ જીવનની સેન્ચુરી મારી દીધી છે.


