Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૧ વર્ષની છોકરીના મોંમાં છે ૮૧ દાંત! ૧૮ દૂધિયા દાંત, ૩૨ કાયમી દાંત અને ૩૧ વધારાના દાંત

૧૧ વર્ષની છોકરીના મોંમાં છે ૮૧ દાંત! ૧૮ દૂધિયા દાંત, ૩૨ કાયમી દાંત અને ૩૧ વધારાના દાંત

Published : 26 March, 2026 02:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમુક દાંત બહાર આવી ચૂકેલા હતા અને અમુક દાંત પેઢાંની અંદરથી બહાર નીકળવા માટે મથી રહ્યા હતા

 એક્સ-રે

અજબ ગજબ

એક્સ-રે


ઑર્થોડોન્ટિક જર્નલમાં અચંબિત કરી દે એવો એક કેસ છપાયો છે. એમાં ૧૧ વર્ષની એક છોકરીના મોંમાં એટલાબધા દાંત છે કે ડેન્ટિસ્ટ ગણતાં-ગણતાં થાકી જાય. યસ, અમુક દાંત બહાર આવી ચૂકેલા હતા અને અમુક દાંત પેઢાંની અંદરથી બહાર નીકળવા માટે મથી રહ્યા હતા. આ ઘટનાની જાણ ડૉક્ટરોને ત્યારે થઈ જ્યારે તેનાં જડબાંનો એક્સ-રે કરવામાં આવ્યો. રેડિયોગ્રાફ રિપોર્ટમાં મોંમાં ત્રણ પ્રકારના દાંત જોવા મળ્યા. હજી છોકરી ૧૧ વર્ષની જ હોવાથી તેના તમામ દૂધિયા દાંત પડ્યા નહોતા. તેના મોંમાં ૧૮ દૂધિયા દાંત હતા. એ હજી પડ્યા નહોતા. એમ છતાં ૩૨ કાયમી દાંત ઊગી ગયા હતા. આ ઉપરાંત એની સાઇડના ભાગમાં બીજા વધારાના ૩૧ દાંત પણ દેખાઈ રહ્યા હતા જે કેટલાક વિકસિત હતા તો કેટલાક અવિકસિત. જિનેટિક ટેસ્ટિંગ કરતાં ખબર પડી કે છોકરીના ૯ નંબરના ક્રોમોઝોમમાં બદલાવ હતો. જોકે એને કારણે કોઈ સિન્ડ્રૉમ કે રોગ નહોતો. હાઇપરડોન્ટિયાનો આવો કેસ ડૉક્ટરોએ ભાગ્યે જ જોયો હતો.

છોકરીનું મોં બરાબર ખૂલી શકે અને તેની ચાવવાની ક્ષમતા તેમ જ સ્માઇલ નૉર્મલ થાય એ માટે સર્જ્યનો અને ઑર્થોડોન્ટિસ્ટ સ્પેશ્યલિસ્ટોની ટીમે મળીને તેના મોંમાંથી વધારાના દાંત દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK