Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૦૦ ટનના વેસલ સાથે નીકળી ૩૦૮ પૈડાંવાળી બાહુબલી ટ્રક

૨૦૦ ટનના વેસલ સાથે નીકળી ૩૦૮ પૈડાંવાળી બાહુબલી ટ્રક

Published : 28 September, 2026 01:34 PM | IST | Balrampur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોજ માત્ર ૮થી ૧૦ કિલોમીટરનું અંતર કાપતી આ ટ્રક ઓડિશાથી વારાણસીની સફર સુધીમાં બે કરોડનું ડીઝલ પી ચૂકી છે

 ૨૦૦ ટન વેસલ

૨૦૦ ટન વેસલ


આજકાલ બેલ્જિયમથી આવેલું ૨૦૦ ટનનું વેસલ ભારતમાં ઓડિશાના બંદરે ઊતર્યું એ પછી અનેક લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ઉત્તર પ્રદેશના બલરામપુરમાં આવેલી એક શુગર મિલ સુધી એને પહોંચાડવાનું છે. આ ટ્રક એટલી જાયન્ટ અને યુનિક છે કે એની સફરે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ભારતની નૅશનલ હાઇવે ઑથોરિટીની પૅટ્રોલિંગ ટીમને પણ આ ભારે વાહનને સુરક્ષિત રીતે ઓડિશાથી બલરામપુર પહોંચાડવામાં દમ આવી 
રહ્યો છે. 
શુગર મિલ અને એથનૉલ પ્લાન્ટ માટે એક વિશાળ વેસલ મગાવવામાં આવ્યું છે જે બેલ્જિયમથી ઓડિશાના પારાદીપ પોર્ટ પર પહોંચ્યું હતું. ત્યાંથી આ વેસલને હાઇડ્રોલિક ટ્રક પર ચડાવીને એને ઉત્તર પ્રદેશ લાવવામાં આવી રહ્યું છે. આ વેસલની લંબાઈ ૧૦૦ ફુટ અને ઊંચાઈ ૨૦ ફુટથી વધુની છે. એનું વજન લગભગ ૨૦૦ ટન જેટલું છે. આ જાયન્ટ વેસલને કૅરી કરવા માટેની હાઇડ્રોલિક ટ્રકને ૩૦૮ પૈડાં છે અને આ તમામ પૈડાં લગભગ ૩૦૦ ડિગ્રીએ રોટેટ થઈ શકે એવાં છે. એને કારણે લાંબી ટ્રકને રિવર્સમાં લઈ જવામાં આસાની રહે છે. આ ટ્રક લાંબી સફર કરીને ઉત્તર પ્રદેશમાં પ્રવેશી ચૂકી છે. જોકે હાલમાં એ વારાણસીમાં હૉલ્ટ લઈ રહી છે. આ ટ્રક પસાર થઈ શકે એ માટે વારાણસીના ૩ બ્રિજને પણ ડૅમેજ થયું હતું. આ વાહનને ચલાવવા માટે રોજ વિપુલ માત્રામાં ડીઝલ ખર્ચાય છે. અત્યાર સુધીમાં એને ઓડિશાથી ઉત્તર પ્રદેશ સુધી પહોંચાડવામાં જ બે કરોડ રૂપિયાનું ડીઝલ વપરાઈ ચૂક્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 01:34 PM IST | Balrampur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK