મહારાષ્ટ્રના મૂડી ગામની ગોળ બનાવતી ફૅક્ટરીમાં ૨૮ વર્ષનો દાનિશ ઉકળતા ગોળના રસની કડાઈમાં પડી જતાં ગંભીર રીતે દાઝ્યો હતો. કર્મચારીઓએ તેને બહાર કાઢીને હૉસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ગોળની ફૅક્ટરીમાં યુવાન ઊકળતા રસમાં પડ્યો અને ૧ મિનિટ સુધી તરફડીને મર્યો
મહારાષ્ટ્રના મૂડી ગામમાં ગોળ બનાવતી ફૅક્ટરીમાં ૨૮ વર્ષનો દાનિશ નામનો યુવાન ગોળ બનાવવા માટે ઉકાળવા મૂકેલા રસમાં પડી જતાં મૃત્યુ પામ્યો હતો. દાનિશ ૪ મહિનાથી આ ફૅક્ટરીમાં કામ કરતો હતો. શુક્રવારે મોડી રાતે ગોળ બની રહ્યો હતો ત્યારે દાનિશ એની નજીક જવા ગયો ત્યારે પગ ફસડાતાં ઊકળતા રસની કડાઈમાં જઈને પડ્યો હતો. અન્ય કર્મચારીઓએ તેને મહામહેનતે કડાઈમાંથી બહાર કાઢ્યો હતો. જોકે ફૅક્ટરીમાં લાગેલા CCTV કૅમેરામાં જોવા મળ્યું હતું કે કર્મચારીઓ તેને કાઢી શકે એ પહેલાં લગભગ એક મિનિટ સુધી તે તરફડતો રહ્યો હતો. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
