આ અરજી લેખિતમાં કરી છે જે અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે
આ પત્રની સાથે તેણે પોતાનું નામ અને નંબર પણ લખ્યાં છે જેથી વિધાનસભ્ય તેનો સંપર્ક કરી શકે
રાજસ્થાનમાં ૪૩ વર્ષના કૈલાશ શર્મા નામના ભાઈ પોતાનાં લગ્ન ન થયાં હોવાથી પરેશાન છે. તેમણે ભૂતપૂર્વ વિધાનસભ્ય રામલાલ શર્માને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે પોતાનાં લગ્ન કરાવી આપવાની અરજી કરી છે. આ અરજી લેખિતમાં કરી છે જે અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
જયપુરમાં ૪૩ વર્ષના કૈલાશ શર્માએ પત્રમાં લખ્યું છે, ‘શ્રીમાન, મેં તમારું બે-ત્રણ દિવસ પહેલાંનું સોશ્યલ મીડિયા પરનું નિવેદન જોયું. એમાં તમે ૪૦ વર્ષની ઉંમરના અવિવાહિત પુરુષોનાં લગ્ન કરાવવાની વાત કરી રહ્યા હતા. મારી ઉંમર ૪૩ વર્ષ છે, પણ હજી મારાં લગ્ન નથી થયાં. કૃપા કરીને મારાં લગ્ન કરાવી આપો.’
ADVERTISEMENT
આ પત્રની સાથે તેણે પોતાનું નામ અને નંબર પણ લખ્યાં છે જેથી વિધાનસભ્ય તેનો સંપર્ક કરી શકે. વાત એમ હતી કે રામલાલ શર્મા થોડા દિવસ પહેલાં એક સમૂહલગ્નના સમારંભમાં હાજર રહ્યા હતા અને એ વખતે તેમણે અવિવાહિત યુવાનોને આ પહેલમાં જોડાવાની અપીલ કરી હતી.


