પંજાબના લુધિયાણા પાસેના રામપુર ગામમાં માંગટ પરિવારમાં પિતા-પુત્ર બન્નેની હાઇટ ૭-૭ ફુટની છે. લાંબા હોવાને કારણે તેમને અનેક તકલીફો વેઠવી પડે છે. વધુપડતી લંબાઈને કારણે પહેલાં તો લોકો તેમની ઠેકડી ઉડાડતા હતા, પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ગુરમીત સિંહ અને તેનો દીકરો
પંજાબના લુધિયાણા પાસેના રામપુર ગામમાં માંગટ પરિવારમાં પિતા-પુત્ર બન્નેની હાઇટ ૭-૭ ફુટની છે. લાંબા હોવાને કારણે તેમને અનેક તકલીફો વેઠવી પડે છે. વધુપડતી લંબાઈને કારણે પહેલાં તો લોકો તેમની ઠેકડી ઉડાડતા હતા, પણ સોશ્યલ મીડિયા પર તેમની હાઇટને કારણે બાપ-દીકરો વાઇરલ થઈ જતાં હવે લોકો તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરે છે. ગુરમીત સિંહની હાઇટ ૭ ફુટ હોવાથી પહેલાં તેને લગ્ન માટે કન્યા મળવામાં બહુ મુશ્કેલી પડી હતી. જોકે તેમને સાધારણ ઊંચાઈ ધરાવતી પરવીન નામની કન્યા મળી ગઈ હતી. ગુરમીતને તેની સાઇઝનાં કપડાં બનાવવામાં તકલીફ પડે છે. ક્યારેય તેને કોઈ રેડીમેડ ચીજ માપમાં આવતી જ નથી. જૂતાં પણ બનાવડાવવાં પડે છે. હાઇટ વધુ હોવાને કારણે ગુરમીત સિંહને ઘરની છત પણ ૧૦ ફુટમાંથી ૧૪ ફુટ ઊંચી કરાવવી પડી છે. શરૂઆતમાં માત્ર ગુરમીત સિંહ જ હાઇટને કારણે ગામમાં ચર્ચાનો વિષય હતો, પણ તેમનો દીકરો જ્યારથી ટીનેજમાં આવ્યો એ પછી તેની હાઇટ પણ ૭ ફુટ જેટલી થઈ ચૂકી છે. તેની હાઇટને કારણે તે બાસ્કેટબૉલનો ખેલાડી બની ગયો છે અને ૭ ફુટના કદને કારણે સ્કૂલમાં બહુ ફેમસ છે.

