ટીનેજરે પોતાના જ પેરન્ટ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ૧૬ વર્ષની એક ટીનેજર સાથે તેના પેરન્ટ્સે અમાનવીય વ્યવહાર કર્યાનો આરોપ લાગ્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે દીકરીનું જબરદસ્તી મુંડન કરાવીને તેને ઘરમાં પૂરી રાખી છે. વાત એમ હતી કે પેરન્ટ્સને શંકા હતી કે એક યુવક તેમની દીકરીને ખોટી નજરે જોઈ રહ્યો છે. એ વાતને લઈને તેઓ ખૂબ પરેશાન રહેતા હતા. ક્યાંક પેલો યુવક દીકરીને ફોસલાવી જશે કે કંઈક નુકસાન કરશે એવી ચિંતાને કારણે તેમણે દીકરીને આ યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવવાનું પણ કહ્યું હતું. જોકે દીકરી પર પણ તેમને શંકા હોવાથી આખરે તેમણે દીકરીની સુંદરતાના પ્રતીક સમા વાળ જ કાપી નાખ્યા, માથું મૂંડાવી દીધું અને તેને ઘરમાંથી બહાર નીકળવા પર પાબંદી મૂકી દીધી. આખરે ટીનેજરે પોતાના જ પેરન્ટ્સ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી.
