Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૧ વર્ષના યુવાને ક્રોએશિયા અને સર્બિયાની વચ્ચે જમીનના નાના ટુકડા પર નવો દેશ વર્ડિસ સ્થાપ્યો

૨૧ વર્ષના યુવાને ક્રોએશિયા અને સર્બિયાની વચ્ચે જમીનના નાના ટુકડા પર નવો દેશ વર્ડિસ સ્થાપ્યો

Published : 27 October, 2026 11:29 PM | Modified : 28 October, 2026 06:58 AM | IST | Serbia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂગોળનો શોખીન ડેનિયલ જૅક્સન ૧૪ વર્ષનો હતો ત્યારે તેણે ક્રોએશિયા અને સર્બિયાની સરહદ પર ડેન્યુબ નદીના કિનારે એક એવો જમીનનો ટુકડો શોધી કાઢ્યો હતો જેના પર કોઈનો દાવો નહોતો. ૪ વર્ષ પછી આ ઑસ્ટ્રેલિયન યુવાને અને તેના મિત્રોના એક જૂથ.

યુવાને સ્થાપ્યો નવો દેશ

અજબ ગજબ

યુવાને સ્થાપ્યો નવો દેશ


યુરોપમાં ક્રોએશિયા અને સર્બિયાની વચ્ચે માત્ર અડધા ચોરસ કિલોમીટરના જમીનના એક ટુકડા પર ૨૧ વર્ષના બ્રિટિશ-ઑસ્ટ્રેલિયન યુવાન ડેનિયલ જૅક્સન અને તેના સમર્થકોના એક જૂથે ‘ફ્રી રિપબ્લિક ઑફ વર્ડિસ’ નામના દેશની જાહેરાત કરી છે. આ દેશમાં ૪૦૦ માણસોનો વસવાટ છે. જૅક્સન આ દેશનો પ્રેસિડન્ટ છે. આ દેશનો પોતાનો ધ્વજ છે અને કાયદા પણ છે. ૨૦૧૯માં આ દેશની જાહેરાત કરવામાં આવી હતી અને હાલમાં યુનાઇટેડ નેશન્સમાં જૅક્સનને એક માનવતાવાદી અવૉર્ડ પણ આપવામાં આવ્યો છે. જોકે ક્રોએશિયા તરફથી આ નવા દેશ માટે સખત વિરોધ થતો આવ્યો છે. 

ભૂગોળનો શોખીન ડેનિયલ જૅક્સન ૧૪ વર્ષનો હતો ત્યારે તેણે ક્રોએશિયા અને સર્બિયાની સરહદ પર ડેન્યુબ નદીના કિનારે એક એવો જમીનનો ટુકડો શોધી કાઢ્યો હતો જેના પર કોઈનો દાવો નહોતો. ૪ વર્ષ પછી આ ઑસ્ટ્રેલિયન યુવાને અને તેના મિત્રોના એક જૂથે આ જગ્યા પર એક નવા રાષ્ટ્રની ઘોષણા કરવાનું નક્કી કર્યું. આ જગ્યા વૅટિકન સિટી કરતાં થોડી મોટી છે. તેમણે પોતાના આ માઇક્રો નેશનનું નામ ‘વર્ડિસ’ રાખ્યું હતું. વર્ડિસ લૅટિન શબ્દ છે જેનો અર્થ ‘લીલું’ થાય છે. આ નામ માત્ર એ પ્રદેશને આવરી લેતાં વૃક્ષોને જ નહીં, પર્યાવરણ પ્રત્યે સભાન એવું રાજ્ય રચવાની સ્થાપકોની મહત્ત્વાકાંક્ષાને પણ દર્શાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 06:58 AM IST | Serbia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK