Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રામલીલા મેદાનમાં તૈયાર થયો બાવીસ માળ ઊંચો ૨૨૧ ફુટનો રાવણ, રિમોટ દ્વારા થશે રાવણદહન

રામલીલા મેદાનમાં તૈયાર થયો બાવીસ માળ ઊંચો ૨૨૧ ફુટનો રાવણ, રિમોટ દ્વારા થશે રાવણદહન

Published : 16 October, 2026 01:26 PM | Modified : 16 October, 2026 02:43 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાવણના માથે પહેરાવવાનો મુગટ પણ ખાસ છે. પૂતળાં પર પહેરાવવાનાં કપડાં વૉટરપ્રૂફ વેલ્વેટથી બન્યાં છે. માત્ર મુગટની જ હાઇટ પચીસ ફુટની છે. આ જાયન્ટ રાવણ બનાવવામાં લગભગ ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

રાવણનું પૂતળું

અજબ ગજબ

રાવણનું પૂતળું


વિજયાદશમીની તૈયારીઓ દિલ્હીમાં પુરજોશમાં ચાલી રહી છે. આ વખતે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન કરવા માટે ૨૨૧ ફુટ ઊંચા દશાનનનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. એની ઊંચાઈ ૨૨૧ ફુટ છે જે લગભગ બાવીસ માળ બરાબર ઊંચાઈ ગણાય. રાવણની સાથે અહીં મેઘનાદ અને કુંભકર્ણનાં પણ વિશાળ પૂતળાં બનાવવામાં આવ્યાં છે. એની ઊંચાઈ ૯૦-૯૦ ફુટની છે. છેલ્લા ત્રણ મહિનાથી આ પૂતળાં બનાવવાની તૈયારી ચાલી રહી હતી.

આયોજકોનો દાવો છે કે આ વર્ષનો રાવણ દુનિયાનો સૌથી ઊંચો રાવણ હશે. ચંડીગઢથી આવેલા ખાસ ૧૨૦ નિષ્ણાત કારીગરોએ પૂતળું બનાવવા માટે રાતદિવસ એક કર્યાં હતાં. આ ત્રણેય પૂતળાં સ્થિર રહી શકે એ માટે એમાં ૭ ટન લોખંડ વાપરવામાં આવ્યું છે અને એનો પાયો દસ ફુટ ઊંડો ખોદવામાં આવ્યો છે. રાવણના માથે પહેરાવવાનો મુગટ પણ ખાસ છે. પૂતળાં પર પહેરાવવાનાં કપડાં વૉટરપ્રૂફ વેલ્વેટથી બન્યાં છે. માત્ર મુગટની જ હાઇટ પચીસ ફુટની છે. આ જાયન્ટ રાવણ બનાવવામાં લગભગ ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જાયન્ટ રાવણનું દહન કરવા માટે પણ વિશેષ સેફ્ટી સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં ગ્રીન ફટાકડા ગોઠવવામાં આવ્યા છે. એનું દહન રિમોટ કન્ટ્રોલથી કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 02:43 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK