જોકે આ બસ-સર્વિસ બહુ કારગત નીવડે એમ નથી, કેમ કે બસોએ ગૅસ ભરાવવા માટે દૂર-દૂર આવેલા સીવેજ પ્લાન્ટમાં જવું પડે છે.
બસ
ઊર્જાના વિકલ્પો ઊભા કરવાની વિશ્વભરમાં જદ્દોજહદ ચાલી રહી છે ત્યારે બ્રિટનની એક કંપનીએ ડીઝલ, પેટ્રોલ કે પાણીથી ચાલતી બસ નહીં પરંતુ માણસની પૉટીથી ચાલતી બસ દોડાવવાનું શરૂ કર્યું છે. GNCeco નામની કંપનીએ બ્રિસ્ટલ શહેરમાં બાયોબસ નામની સર્વિસ શરૂ કરી છે જે ગૅસથી ચાલે છે અને આ ગૅસ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કાઢવામાં આવે છે. સીવેજમાં માનવમળ અને કચરો સડી જાય પછી એમાંથી બાયોમિથેન ગેસ બને છે. એનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલ અને પેટ્રોલથી ચાલતાં વાહનો પ્રદૂષણ ફેલાવે છે જ્યારે આ બાયોગૅસ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અડધું કરી નાખે છે. આ કંપનીનો દાવો છે કે સીવેજ પ્લાન્ટમાંથી એટલો ગૅસ પેદા થાય છે કે એમાંથી લગભગ ૮૩૦૦ ઘરોમાં ગૅસ-સપ્લાય આપી શકાય. જોકે આ બસ-સર્વિસ બહુ કારગત નીવડે એમ નથી, કેમ કે બસોએ ગૅસ ભરાવવા માટે દૂર-દૂર આવેલા સીવેજ પ્લાન્ટમાં જવું પડે છે.
