Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રભુને રીઝવવાનો ડરામણો ઉત્સવ

પ્રભુને રીઝવવાનો ડરામણો ઉત્સવ

Published : 02 April, 2026 02:54 PM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઉત્સવ પંગુની મહિનાની પૂર્ણિમાના દિવસે ઊજવાય છે જ્યારે ઉથિરમ નક્ષત્ર ચાલી રહ્યું હોય છે.

પંગુની ઉથિરમ

અજબ ગજબ

પંગુની ઉથિરમ


તામિલનાડુમાં ગઈ કાલે પંગુની ઉથિરમ નામનો તહેવાર ઊજવાયો હતો. આ ઉત્સવ પંગુની મહિનાની પૂર્ણિમાના દિવસે ઊજવાય છે જ્યારે ઉથિરમ નક્ષત્ર ચાલી રહ્યું હોય છે. આ ઉત્સવ ભગવાન મુરુગન અને દેવસેનાના વિવાહનો ઉત્સવ છે. ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને વૈવાહિક સુખ માટે પૂજા-માનતા રાખે છે. અનુષ્ઠાન દરમ્યાન મંદિરોમાં વિશેષ પૂજા થાય છે અને શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રામાં લોકો શરીરને કષ્ટ પડે એવા સ્ટન્ટ કરે છે. લોકો પીઠ, મોં અને છાતીની ચામડીમાં પિયર્સિંગ કરીને એમાં હુક ભરાવે છે. આ વખતે કેટલાક ભક્તોએ કષ્ટની ચરમસીમાનો અનુભવ થાય એવો પ્રયોગ કર્યો હતો જેમાં જમીનથી ખાસ્સે ઊંચે મુકાયેલી પ્રતિમાની સાથે બાંધેલી રસ્સીઓ પર પીઠ પર પિયર્સિંગ કરીને લટક્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 02:54 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK