Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફોન ચાર્જ કરવા મૂકીને સૂઈ ગયેલા યુવકનું કરન્ટ લાગતાં મૃત્યુ થયું

ફોન ચાર્જ કરવા મૂકીને સૂઈ ગયેલા યુવકનું કરન્ટ લાગતાં મૃત્યુ થયું

Published : 27 October, 2024 11:39 AM | IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કામારેડ્ડી જિલ્લામાં ૨૩ વર્ષના યુવકનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું હતું

અનિલ મલોથ

અજબગજબ

અનિલ મલોથ


ઘણા લોકોને રાતે સૂતી વખતે મોબાઇલ પોતાની પાસે રાખવાની આદત હોય છે. ઘણા લોકો ચાર્જિંગ કરતી વખતે પણ ફોન પાસે રાખીને સૂઈ જતા હોય છે. આવા લોકો માટે તેલંગણનો આ કિસ્સો ચેતવણીનું કામ કરશે. કામારેડ્ડી જિલ્લામાં ૨૩ વર્ષના યુવકનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું હતું. ૨૫ ઑક્ટોબરે રાતે અનિલ મલોથે સૂતાં પહેલાં મોબાઇલ ચાર્જ કરવો હતો, પણ ચાર્જરનો વાયર ટૂંકો પડતો હતો એટલે તેણે પ્લગ-પૉઇન્ટમાંથી એક વાયર લાંબો કરીને ચાર્જર સાથે જોડી દીધો અને ફોન ચાર્જ કરવા મૂકી દીધો. રાતે ઊંઘમાં અનિલનો હાથ એ વાયરને અડી ગયો અને તેને  જોરદાર કરન્ટ લાગ્યો. પરિવારના સભ્યો તાત્કાલિક તેને કામારેડ્ડીની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા પણ ત્યાં સારવાર શક્ય ન હોવાથી સરકારી હૉસ્પિટલ લઈ જતા હતા, પણ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. ૩ વર્ષ પહેલાં અનિલનાં લગ્ન થયાં હતાં અને તેને દોઢ વર્ષની દીકરી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2024 11:39 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK