એક સામાન્ય આદત તરીકે શરૂ થયેલી આ બચત આખરે તેમની મોટી જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ સાબિત થઈ.
પાદરી રવિ જોસેફ
તેલંગણના લક્ષ્મીપેટમાં રહેતા ચર્ચના પાદરી રવિ જોસેફે ૩ વર્ષ સુધી શૉપિંગ કરતી વખતે ૧૦-૧૦ રૂપિયાના સિક્કા બચાવીને અલગ રાખ્યા હતા. આ સિક્કા એકઠા કરીને એમાંથી ૧.૨૩ લાખ રૂપિયાની બ્રૅન્ડ-ન્યુ બાઇક તેમણે ખરીદી છે. તેઓ આટલી મોટી રકમ માત્ર ૧૦ના સિક્કામાં લઈને સીધા શોરૂમ પહોંચ્યા ત્યારે સ્ટાફ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
રવિ જોસેફે શાકભાજી, દૂધ, કરિયાણું અને ઘરવખરીની ચીજવસ્તુઓની દૈનિક ખરીદી બાદ વધતા પરચૂરણમાંથી ૧૦ રૂપિયાના સિક્કા અલગ મૂકવાની ટેવ પાડી હતી. ૩ વર્ષ પહેલાં આ સિલસિલો શરૂ થયેલો. નાની રકમ માનીને એને ઉડાવી દેવાને બદલે તેઓ આ રકમ સતત જમા કરતા રહ્યા. આખરે ધીમે-ધીમે આ બચત ૧,૨૩,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
એક સામાન્ય આદત તરીકે શરૂ થયેલી આ બચત આખરે તેમની મોટી જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ સાબિત થઈ. જોસેફ પાસે પહેલેથી એક જૂની મોટરસાઇકલ હતી, પરંતુ એ વારંવાર બગડતી હોવાથી તેમણે બચતમાંથી જ નવી મોટરસાઇકલ ખરીદવાનો નિર્ણય લીધો હતો.
