તેના ચહેરા પર કયા શબ્દો છપાયેલા છે એ પણ હવે સ્પષ્ટ નથી દેખાતું. દેખાય છે તો માત્ર કાળી મેશ જેવી ઇન્ક અને ચમકતી આંખો
જોઈ લો આ ભાઈનો કાળોમેશ ચહેરો
ઝાંગ હુઆન નામના એક ચીની યુવાને પોતાના ચહેરા પર કૅલિગ્રાફી સ્ટાઇલમાં ચહેરા પર અક્ષરો છૂંદાવવાનું શરૂ કર્યું હતું. આ કામનો તેને એવો નશો ચડ્યો કે તે એક પછી એક શબ્દો છૂંદાવતો જ રહ્યો. પહેલાં તેનું પોતાનું નામ, પછી પરિવારજનોનુ નામ, પછી પરિવારની હિસ્ટરી અને સોશ્યલ કલ્ચરને લગતી પરંપરાઓનાં શબ્દો તેણે ચહેરા પર છૂંદાવ્યે જ રાખ્યા. ત્રણ અલગ-અલગ કૅલિગ્રાફી આર્ટિસ્ટો પાસે તે જતો હતો અને આર્ટિસ્ટો ચહેરા પર જ્યાં થોડી જગ્યા મળે ત્યાં ઇન્કથી અક્ષરોનું ટૅટૂ બનાવી દેતા. એક તબક્કો એવો આવ્યો કે હવે તેના ચહેરા પર લખવા માટે તસુભાર પણ જગ્યા બચી નથી. તેના ચહેરા પર કયા શબ્દો છપાયેલા છે એ પણ હવે સ્પષ્ટ નથી દેખાતું. દેખાય છે તો માત્ર કાળી મેશ જેવી ઇન્ક અને ચમકતી આંખો.
