Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મુસ્લિમ પરિવારે બકરાની કુરબાની આપવાને બદલે કાપી બકરાના ફોટોવાળી કેક

મુસ્લિમ પરિવારે બકરાની કુરબાની આપવાને બદલે કાપી બકરાના ફોટોવાળી કેક

Published : 29 May, 2026 10:21 AM | IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગરામાં એક પરિવારે આ કુરબાનીની કથાને સાવ જ બદલી નાખી છે

બકરાનો ફોટો ધરાવતી કેક કાપવામાં આવી

અજબ ગજબ

બકરાનો ફોટો ધરાવતી કેક કાપવામાં આવી


બકરી ઈદ આવતાં જ બજારમાં બકરાના ભાવની ચર્ચા શરૂ થઈ જાય છે. સૌથી ભારે, ઊંચા અને કદાવર બકરાની કુરબાની આપવાની વાતો વેગ પકડે છે. જોકે આગરામાં એક પરિવારે આ કુરબાનીની કથાને સાવ જ બદલી નાખી છે. તેમણે બકરાનો ફોટો હોય એવી કેક કાપીને બકરી ઈદ મનાવી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયો છે.



આગરાના શાહગંજમાં તિરંગા મંઝિલ શેરવાની માર્ગ પર રહેતા ઍડ્વોકૅટ ગુલ ચમન શેરવાનીના ઘરે બકરી ઈદનો ખાસ કાર્યક્રમ હતો. એમાં બકરાનો ફોટો ધરાવતી કેક કાપવામાં આવી. વકીલસાહેબનું કહેવું છે કે ‘અલ્લાહ દેખાડો નહીં, માણસની નીયત જુએ છે. અસલી કુરબાની આપણી અંદરની ખરાબીઓ, લાલચ, નફરત અને અહંકારને છોડવામાં છે. આજે અનેક લોકો કુરબાનીના નામે બેફામ દોલતની નુમાઈશ કરે છે, જ્યારે ભીખ માગીને ખાનારો પણ જો સાચી નીયતથી અસલી કુરબાની આપી શકે છે.’


બકરા-કેક કાપવાની આ ઘટનાની હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયોના લોકોએ તારીફ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 10:21 AM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK