AI ટેક્નિકથી રોડ પર ક્યાં ખાડા છે અને કેટલા ઊંડા ખાડા છે એની ઓળખ થાય છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી રોડને ખાડામુક્ત કરવાનું શરૂ થયું છે. AI ટેક્નિકથી રોડ પર ક્યાં ખાડા છે અને કેટલા ઊંડા ખાડા છે એની ઓળખ થાય છે અને એ મુજબ પ્રાયોરિટી નક્કી થાય છે. અમેરિકાના દરેક રાજ્યમાં રોડ પર હજારો કૅમેરા લાગેલા છે જે રોડ પરની ચીજોનું નિરીક્ષણ કરે છે. કૅમેરામાં લગભગ ૯૭ ટકા માહિતી સટિક હોય છે. AI દ્વારા માત્ર રસ્તા પર ક્યાં અને કેવા ખાડા છે એ ઓળખવામાં આવે છે અને એ પછી ઑટોમૅટિક ટેક્નિક જ નક્કી કરે છે કે આ ખાડા કઈ રીતે ભરવા. એ પછી રિપેરિંગ કરનારી ટીમ જગ્યા પર પહોંચીને ફટાફટ એને રિપેર કરવાનું શરૂ કરી દે છે.


