આ કોઈ સામાન્ય નહીં પણ રિસૉર્ટ જેવું ઘર છે. એમાં ૬ બેડરૂમ ઉપરાંત પોતાનો ૯ હોલનો પ્રાઇવેટ ગૉલ્ફકોર્સ, આઉટડોર ઍમ્ફીથિયેટર અને એક વિશાળ ઍક્વેરિયમ પણ આવેલાં છે. કૅલિફૉર્નિયામાં આ વર્ષે વેચાયેલી સૌથી મોંઘી મિલકતોમાંથી આ વિલા દે વેરાનો બંગલો એક છે.
૬ વર્ષની ટૂંકી AI કારકિર્દી અને ખરીદ્યો ૬૭૦ કરોડ રૂપિયાનો આલીશાન બંગલો
માત્ર ૬ વર્ષની ટૂંકી કારકિર્દીમાં સફળતાના શિખરે પહોંચીને આલીશાન લાઇફસ્ટાઇલ જીવવાનું સપનું એક સૉફ્ટવેર ડેવલપરે હકીકતમાં સાર્થક કરી બતાવ્યું છે. ચીનમાં જન્મેલા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના સંશોધક અને સૉફ્ટવેર ડેવલપર ટોની યુહુઆઇ વુએ કૅલિફૉર્નિયાની સિલિકૉન વૅલી નજીક આવેલાં હિલ્સબરોમાં ૧૨ એકરમાં ફેલાયેલો અત્યંત આલીશાન બંગલો ‘વિલા દે વેરાનો’ ૭૦ મિલ્યન ડૉલર એટલે કે ૬૭૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
આ કોઈ સામાન્ય નહીં પણ રિસૉર્ટ જેવું ઘર છે. એમાં ૬ બેડરૂમ ઉપરાંત પોતાનો ૯ હોલનો પ્રાઇવેટ ગૉલ્ફકોર્સ, આઉટડોર ઍમ્ફીથિયેટર અને એક વિશાળ ઍક્વેરિયમ પણ આવેલાં છે. કૅલિફૉર્નિયામાં આ વર્ષે વેચાયેલી સૌથી મોંઘી મિલકતોમાંથી આ વિલા દે વેરાનો બંગલો એક છે.
ટોની વુ AI અને મશીન રીઝનિંગના ક્ષેત્રમાં અગ્રણી નામ છે. તેમણે કૅનેડાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઑફ ટૉરોન્ટોમાંથી કમ્પ્યુટર સાયન્સ અને મૅથમૅટિક્સમાં ડ્યુઅલ બૅચલર્સ કર્યું છે અને એ પછી યુનિવર્સિટી ઑફ ટૉરોન્ટોમાંથી જ ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD)ની ડિગ્રી મેળવી છે. તેમણે સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં પોસ્ટ-ડૉક્ટરલ સંશોધક તરીકે પણ કામ કર્યું છે.
પોતાના ભણતર અને રિસર્ચ દરમ્યાન ટોની વુએ OpenAI અને Google Neko જેવાં વિશ્વનાં અગ્રણી AI સંસ્થાનો સાથે કામ કરીને ગણિત તેમ જ કોડિંગ સંબંધિત ગહન AI મૉડલ્સ વિકસાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. AI ક્ષેત્રે મેળવેલી આ અસાધારણ સફળતા અને કમાણીના જોરે તેમણે આટલી નાની વયે આવો આલીશાન બંગલો ખરીદીને સૌને અચંબિત કરી દીધા છે.