Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૦ વર્ષ પહેલાં ચોરાયેલું પેઇન્ટિંગ AIએ શોધી કાઢ્યું

૨૦ વર્ષ પહેલાં ચોરાયેલું પેઇન્ટિંગ AIએ શોધી કાઢ્યું

Published : 31 October, 2026 02:37 PM | Modified : 31 October, 2026 02:43 PM | IST | Italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ચિત્ર ૨૦૦૪માં ૧૧ ઑગસ્ટે ઇટલીના ચર્ચમાંથી ચોરાયું હતું. એમાં સેન્ટ ઇગ્નેસ નામનાં ખ્રિસ્તી સંતની તસવીર બની હતી. ચોરોએ એ ચિત્રમાંથી માથા પાછળનું આભામંડળ અને હાથમાં પકડેલી ખજૂરની ડાળી ભૂંસી નાખી હતી.

AIએ 20 વર્ષ જૂનું ચોરાયેલું પેઇન્ટિંગ શોધ્યું

અજબ ગજબ

AIએ 20 વર્ષ જૂનું ચોરાયેલું પેઇન્ટિંગ શોધ્યું


ઇટલીમાં એક ચર્ચમાંથી ૨૦ વર્ષ પહેલાં ચોરાઈ ગયેલા એક પેઇન્ટિંગને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)એ શોધી કાઢ્યું હતું. ચોરોએ પેઇન્ટિંગમાં બનાવવામાં આવેલા ધાર્મિક નિશાનો ભૂંસી નાખ્યાં હતાં જેથી એની ઓળખ થઈ ન શકે. એ પછી પણ AIએ રંગોનું કૉમ્બિનેશન અને તસવીર બનાવવાની પદ્ધતિના આધારે ચોરાયેલું પેઇન્ટિંગ શોધી કાઢ્યું હતું. 

આ ચિત્ર ૨૦૦૪માં ૧૧ ઑગસ્ટે ઇટલીના ચર્ચમાંથી ચોરાયું હતું. એમાં સેન્ટ ઇગ્નેસ નામનાં ખ્રિસ્તી સંતની તસવીર બની હતી. ચોરોએ એ ચિત્રમાંથી માથા પાછળનું આભામંડળ અને હાથમાં પકડેલી ખજૂરની ડાળી ભૂંસી નાખી હતી. એને કારણે સંતની મૂર્તિ એક સામાન્ય મહિલા જેવી દેખાવા લાગી. ઇટલીની પોલીસે એક સમયે આ પેઇન્ટિંગ શોધવાનો કેસ પણ પડતો મૂકી દીધો હતો. જોકે ૨૦૨૩માં એક AI સિસ્ટમ શરૂ કરવામાં આવી જેનાથી ચોરાયેલી ચીજો શોધવાના જૂના પ્રોજેક્ટ્સને ફરીથી રિવાઇવ કરવામાં આવ્યા. આ સિસ્ટમે લગભગ ૩૦૦થી વધુ ચોરાયેલાં/ખોવાયેલાં પેઇન્ટિંગ્સ અને મૂર્તિઓ ખોળી કાઢ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 02:43 PM IST | Italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK