જોકે નેતાઓ, અભિનેતાઓ અને કાર્યકરોએ પહેલાં સમજવું જોઈએ કે ચોખ્ખી શૂન્ય, સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસનો ખરેખર અર્થ શું છે.’
અમીત સાટમ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના ચીફ અમીત સાટમે કર્જતમાં પ્રસ્તાવિત ૩૦૦૦ મેગાવૉટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો બચાવ કરતાં કહ્યું હતું કે એન્વાયર્નમેન્ટને લઈને ચિંતાઓ કરવી એ વિપક્ષી નેતાઓ માટે ફૅશન બની ગઈ છે, જેમને સ્વચ્છ ઊર્જાની મૂળભૂત સમજ નથી.
ટકાઉ વિકાસનો અર્થ એન્વાયર્નમેન્ટનું બૅલૅન્સ જાળવી રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટને આગળ ધપાવવાનો અને ભવિષ્યની પેઢીઓએ એનાં પરિણામો ભોગવવાં ન પડે એની ખાતરી કરવાનો છે એમ જણાવીને અમીત સાટમે કહ્યું હતું કે ‘લોકોએ પર્યાવરણીય ચિંતાઓને ફૅશન બનાવી દીધી છે. ગ્લોબલ વૉર્મિંગ, આબોહવામાં પરિવર્તન અને ટકાઉપણું ફૅશનેબલ બની ગયું છે. જોકે નેતાઓ, અભિનેતાઓ અને કાર્યકરોએ પહેલાં સમજવું જોઈએ કે ચોખ્ખી શૂન્ય, સ્વચ્છ ઊર્જા અને ટકાઉ વિકાસનો ખરેખર અર્થ શું છે.’
