તેની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો
માસૂબ બાળકનો જીવ તેની મમ્મીની જરાક બેજવાબદારીને કારણે જોખમમાં મુકાઈ ગયો હતો
ઉત્તર પ્રદેશના અલીગઢમાં ૬ વર્ષના એક માસૂબ બાળકનો જીવ તેની મમ્મીની જરાક બેજવાબદારીને કારણે જોખમમાં મુકાઈ ગયો હતો. તે જમ્યા પછી પાણી શોધી રહ્યો હતો અને રસોડામાં એક કોલ્ડ ડ્રિન્કની બૉટલ પડી હતી. બાળક એને પાણી સમજીને ગટગટાવી ગયો. જોકે બે જ ઘૂંટમાં તેની હાલત ખરાબ થઈ ગઈ. એમાં સૉફ્ટ-ડ્રિન્ક કે પાણી નહીં, ઍસિડ ભરેલો હતો. તેની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો. મોટી હૉસ્પિટલમાં જઈને તેની એન્ડોસ્કોપી કરવામાં આવી અને અંદરના અવયવોને થયેલા ડૅમેજ માટે તરત જ સારવાર શરૂ થઈ. તાત્કાલિક સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. હજીયે ગળાની અંદરના અવયવોમાં આવેલા સોજાને કારણે બોલવા અને શ્વાસ લેવામાં તેને મુશ્કેલી છે.
