Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅન્ક આૅફ અમેરિકા કર્મચારીઓનું વજન ઘટાડવાની દવા માટે દર વર્ષે ૨૪૦૦ કરોડ રૂપિયા ખર્ચી રહી છે

બૅન્ક આૅફ અમેરિકા કર્મચારીઓનું વજન ઘટાડવાની દવા માટે દર વર્ષે ૨૪૦૦ કરોડ રૂપિયા ખર્ચી રહી છે

Published : 08 August, 2026 02:18 PM | Modified : 08 August, 2026 02:24 PM | IST | Washington DC
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રાયન મૉનહાને કહ્યું હતું કે, મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓના વેઇટ-લૉસ માટે આ ખર્ચ કરે છે અને એને ઇન્વેસ્ટમેન્ટ માને છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મેદસ્વિતા આખી દુનિયાની સમસ્યા છે અને વજન કાબૂમાં રાખવા માટે અનેક પ્રોડક્ટ્સ માર્કેટમાં ધૂમ મચાવે છે. જોકે બૅન્ક ઑફ અમેરિકાના CEO બ્રાયન મૉનહાને તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમની કંપની પોતાના કર્મચારીઓનું વજન કાબૂમાં રાખવા માટે વેઇટ-લૉસ ડ્રગ GLP-1 પાછળ વર્ષે લગભગ ૨૪૦૦ કરોડ રૂપિયા ખર્ચે છે. GLP-1 એટલે ગ્લુકાગોન લાઇક પેપ્ટાઇડ-૧ પ્રકારની દવાઓ જે ઓઝૅમ્પિક અને વેગોવી બ્રૅન્ડ તરીકે વેચાય છે. આ દવાઓની ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે એનો ખર્ચ અમેરિકાના એમ્પ્લૉયર્સને ભારે પડી રહ્યો છે. બ્રાયન મૉનહાને કહ્યું હતું કે ‘મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓના વેઇટ-લૉસ માટે આ ખર્ચ કરે છે અને એને ઇન્વેસ્ટમેન્ટ માને છે. બૅન્ક ઑફ અમેરિકાએ જ પોતાના ૨,૧૧,૦૦૦ કર્મચારીઓના હેલ્થકૅર માટે દર વર્ષે બે બિલિયન ડૉલર ખર્ચ કર્યા છે. અમે GLP-1 પર લગભગ ૨૫૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૪૦૦ કરોડ રૂપિયા વાપર્યા છે જે આજથી ચાર-પાંચ વર્ષ પહેલાં લગભગ નહીંવત્ હતો. મને ખબર છે કે વજન ઓછું કરીને હેલ્ધી થયેલો કર્મચારી કદાચ બૅન્કના બિઝનેસમાં ફાયદો કરાવે એ પહેલાં જ નોકરી છોડી દે એવું બની શકે છે, પરંતુ તે વ્યક્તિની હેલ્થ સારી હશે તો દેશ પર સ્વાસ્થ્યલક્ષી ખર્ચનું ઓછું ભારણ આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 02:24 PM IST | Washington DC | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK