Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅન્ગલોરના એક યુવાને AIથી કર્ણાટકનું વિધાનભવન ઉડાડી માર્યું

બૅન્ગલોરના એક યુવાને AIથી કર્ણાટકનું વિધાનભવન ઉડાડી માર્યું

Published : 23 October, 2026 03:10 PM | Modified : 23 October, 2026 04:03 PM | IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ ઑક્ટોબરે સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવેલા આ વિડિયો પરથી બૅન્ગલોર પોલીસે જાતે જ આ માણસની શોધ શરૂ કરીને કેસ દાખલ કર્યો હતો. પોલીસે ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ પરથી વિડિયો અપલોડ કરનારનું અકાઉન્ટ શોધ્યું હતું.

AIથી કર્ણાટકનું વિધાનભવન ઉડાડી માર્યું

અજબ ગજબ

AIથી કર્ણાટકનું વિધાનભવન ઉડાડી માર્યું


કર્ણાટકના વિધાનભવનને બૉમ્બધડાકાથી ઉડાડી માર્યું હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં યુવાન એક આંગળીથી ગન બનાવતો હોય એવો ઇશારો કરે છે અને વિધાનભવન તરફ તાકે છે. એ જ વખતે બિલ્ડિંગ ધડાકાભેર આગની જ્વાળાઓમાં ફાટી નીકળે છે. આ ઘટના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી ક્રીએટ કરવામાં આવી છે. 

૨૦ ઑક્ટોબરે સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવેલા આ વિડિયો પરથી બૅન્ગલોર પોલીસે જાતે જ આ માણસની શોધ શરૂ કરીને કેસ દાખલ કર્યો હતો. પોલીસે ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ પરથી વિડિયો અપલોડ કરનારનું અકાઉન્ટ શોધ્યું હતું અને હઝરત અલી નામના પચીસ વર્ષના યુવાનને પકડ્યો હતો. આ યુવાન મૂળ બિહારના અરરિયા જિલ્લાનો રહેવાસી છે અને થોડા મહિના પહેલાં જ બૅન્ગલોર શિફ્ટ થયો છે. તે અહીં રોજમજૂર તરીકે કામ કરે છે. પોલીસે તેની અટકાયત કરીને આવું કરવા પાછળની મંશા માટે પૂછપરછ શરૂ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 04:03 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK