Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મુંબઈમાં પાવરકટની સમસ્યા સામે BESTએ મંજૂર કર્યો ૨૦ કરોડ રૂપિયાનો ઍક્શન પ્લાન

મુંબઈમાં પાવરકટની સમસ્યા સામે BESTએ મંજૂર કર્યો ૨૦ કરોડ રૂપિયાનો ઍક્શન પ્લાન

Published : 03 June, 2026 12:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેબલ-ફૉલ્ટ રિપેર કરવા માટે ૬૯૦ ફીલ્ડ-કર્મચારીઓની ભરતી કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉનાળાની વધતી ગરમીમાં પાવરકટ અને લોડની સમસ્યાનો ઉકેલ હવે ઝડપથી આવશે. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા ઇલેક્ટ્રિસિટીના કેબલ-ફૉલ્ટને ઝડપથી સુધારવા માટે ૨૦ કરોડ રૂપિયાના વિશેષ ઍક્શન પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.  નવા પ્લાન અંતર્ગત વીજળી ગુલ થવાની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે મોટા પાયે મૅનપાવર પણ વધારવામાં આવશે. કેબલના સર્જાતા ફૉલ્ટને ઝડપથી શોધવા અને રિપેરિંગની કામગીરીને વેગ આપવા માટે આશરે ૬૯૦ જેટલા ફીલ્ડ કર્મચારીઓની નવી ભરતી કરવામાં આવશે. વીજળીની ફરિયાદોને પહોંચી વળવા માટે BESTના ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી ૧૨૭ ડ્રાઇવરો અને ૧૦૦ મેકૅનિક્સની પણ બદલી કરવામાં આવશે.

આ ઉપરાંત તાડદેવ વિસ્તારમાં એક નવું ઍડિશનલ ફૉલ્ટ કન્ટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવશે. કેબલમાં ખામી સર્જાય એ દરમ્યાન વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તાત્કાલિક પાવર સપ્લાય શરૂ કરી શકાય એ માટે ક્રૂ મેમ્બર્સ સાથેના ડીઝલ જનરેટર સેટ અને એરિયલ લિફ્ટ ભાડે રાખવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK