પહલગામમાં ટૂરિસ્ટો પર થયેલા હુમલાનો બદલો લેવા માટે ૭ મેની મધરાતે ભારતે પાકિસ્તાનના આતંકવાદી કૅમ્પો પર ઍર સ્ટ્રાઇક કરવાનું ઑપરેશન સિંદૂર હાથ ધર્યું એની ગુંજ માત્ર બન્ને દેશોની સીમાઓ પર જ નહીં, દેશના ખૂણે-ખૂણે ગાજી રહી છે.
રાખી કુમારી અને તેની દીકરી
પહલગામમાં ટૂરિસ્ટો પર થયેલા હુમલાનો બદલો લેવા માટે ૭ મેની મધરાતે ભારતે પાકિસ્તાનના આતંકવાદી કૅમ્પો પર ઍર સ્ટ્રાઇક કરવાનું ઑપરેશન સિંદૂર હાથ ધર્યું એની ગુંજ માત્ર બન્ને દેશોની સીમાઓ પર જ નહીં, દેશના ખૂણે-ખૂણે ગાજી રહી છે. આ ઐતિહાસિક દિવસે બિહારના કટિહારમાં રહેતા સંતોષ મંડલની પત્ની રાખી કુમારીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. કટિહાર સેવા સદનમાં આ સપરમા દિવસે જન્મેલી દીકરીનું નામ તેના પેરન્ટ્સે ‘સિંદૂરી’ રાખ્યું છે. સિંદૂર એ માત્ર નામકરણની જ વાત નથી, પરંતુ ભારતીય સેનાના શૌર્ય અને દેશપ્રેમનું પ્રતીક પણ છે. પરિવારજનોનું કહેવું છે કે ‘સિંદૂરી નામ અમારે માટે ગર્વનું પ્રતીક છે. અમે ઇચ્છીએ છીએ કે દીકરી મોટી થઈને આર્મીમાં જોડાય અને દેશની સેવા કરે.’

