બિહારના કટિહાર જિલ્લાના એક ગામમાં પતિએ પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી હતી. હજી ૩ મહિના પહેલાં જ ઘરમાં બાળકનું આગમન થયું હતું, પણ એ જ આ હત્યાનું કારણ બની ગયું. જલકી ગામમાં રહેતા સુકુમાર દાસની પત્નીએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો.
દોસ્તોએ કહ્યું, તૂ કાલા હૈ તો તેરા બેટા ગોરા કૈસે? આ શંકાથી પતિએ પત્નીને મારી નાખી
બિહારના કટિહાર જિલ્લાના એક ગામમાં પતિએ પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી હતી. હજી ૩ મહિના પહેલાં જ ઘરમાં બાળકનું આગમન થયું હતું, પણ એ જ આ હત્યાનું કારણ બની ગયું. જલકી ગામમાં રહેતા સુકુમાર દાસની પત્નીએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. બીજું બાળક મા-બાપ કરતાં ગોરું હતું. બાળકને રમાડવા આવનાર દરેક વ્યક્તિ તેની ગોરી ત્વચા પર કંઈક ને કંઈક કમેન્ટ કરતી હતી. પાડોશીઓ તો ચીડવતા પણ ખરા. જોકે સુકુમારના દોસ્તોએ પણ જ્યારે તેને કહેવાનું શરૂ કર્યું કે તૂ કાલા હૈ તો તેરા બેટા કૈસે ગોરા આયા? બસ, આ વાતે સુકુમાર દાસના મનમાં ચાલી રહેલી શંકામાં ઘી હોમવાનું કામ કર્યું. લગભગ ૩ મહિના સુધી વારંવાર આ મુદ્દે સુકુમાર દાસ પત્ની મૌસમી સાથે લડાઈ કરતો અને આ છોકરાનો અસલી બાપ કોણ છે એ પૂછવા લાગ્યો. મૌસમી દરેક વખતે કહેતી રહી કે આ તારો જ દીકરો છે, પણ એક વાર ચરિત્ર પર પડી ગયેલી શંકા સુકુમારના મનમાંથી નીકળી નહીં. ઝઘડાને કારણે મૌસમી સંતાનને લઈને પિયર ગઈ હતી. થોડા દિવસ બાદ સુકુમાર પણ ત્યાં ગયો. ત્યાં તેના સસરાએ તેને સમજાવ્યો અને દીકરી-જમાઈને સાથે સૂવા મોકલી દીધાં. જોકે બીજા દિવસે વહેલી સવારે રૂમમાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો અને રૂમનો દરવાજો ખુલ્લો હતો. પરિવારે જઈને જોયું કે મૌસમીનું ગળું કપાઈને તે લોહીના ખાબોચિયામાં પડી હતી અને સુકુમાર ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.


