Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખાંસીની દવા લેવા પહોંચેલા દરદીને ડૉક્ટરે હડકવાની દવા લખી આપી

ખાંસીની દવા લેવા પહોંચેલા દરદીને ડૉક્ટરે હડકવાની દવા લખી આપી

Published : 27 November, 2026 02:56 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હડકવા માટેનું ઍન્ટિ-રેબીઝ ઇન્જેક્શન છે. જિલ્લા હૉસ્પિટલમાં ફિઝિશ્યનની અછત હોવાથી આવું થયું હોવાનું મનાય છે. જોકે હૉસ્પિટલના સંચાલકનું કહેવું છે કે અમને આવી કોઈ ફરિયાદ મળી નથી.

ડૉક્ટરની બેદરકારી

અજબ ગજબ

ડૉક્ટરની બેદરકારી


બિહારના છપરા જિલ્લામાં સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોની લાપરવાહીનો અચંબિત કરનારો કિસ્સો બહાર આવ્યો છે. અહીં ખાંસીની સારવાર માટે પહોંચેલા એક દરદીને ડૉક્ટરે કૂતરું કરડ્યા પછી લગાવવામાં આવી હડકવાની રસી લખી આપી હતી. રાજેશ ચૌધરી નામના દરદીએ આ વિશે ફરિયાદ કરી હતી. તે સરકારી હૉસ્પિટલની ક્લિનિકમાં સારવાર માટે ગયેલો. સામાન્ય રીતે સરકારી દવાખાનાઓમાં દવા પણ આપવામાં આવે છે, પણ રાજેશને ડૉક્ટરોએ દવા આપવાને બદલે પ્રિસ્ક્પ્શિન લખી આપ્યું હતું કેમ કે તેમની પાસે એ દવા નહોતી. ખાંસી માટેની દવા જો હૉસ્પિટલમાં ન હોય એવું કઈ રીતે બને? દવાની દુકાને જઈને આ દવાની ખાતરી કરાવતાં દરદીને ખબર પડી હતી કે આ તો હડકવા માટેનું ઍન્ટિ-રેબીઝ ઇન્જેક્શન છે. જિલ્લા હૉસ્પિટલમાં ફિઝિશ્યનની અછત હોવાથી આવું થયું હોવાનું મનાય છે. જોકે હૉસ્પિટલના સંચાલકનું કહેવું છે કે અમને આવી કોઈ ફરિયાદ મળી નથી.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 02:56 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK