Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્નેક લેડી : ૧૦ ફુટનો કિંગ કોબ્રા કરડી ગયો છતાં બચી ગયાં

સ્નેક લેડી : ૧૦ ફુટનો કિંગ કોબ્રા કરડી ગયો છતાં બચી ગયાં

Published : 18 July, 2026 03:03 PM | IST | Champaran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોબ્રાનું મોં પકડીને એને ગળે ભરાવીને જાનકી દેવી એ રીતે ફરતાં હતાં જાણે ગળામાં દોરડું ભરાવ્યું હોય

જાનકી દેવીએ હજારો સાપ રેસ્ક્યુ કર્યા છે

અજબ ગજબ

જાનકી દેવીએ હજારો સાપ રેસ્ક્યુ કર્યા છે


બિહારના ચંપારણમાં એક કિંગ કોબ્રા કોઈકના ઘરમાં ઘૂસી ગયો હતો. લોકો ભાગીને ઘરની બહાર નીકળી ગયા હતા. કોબ્રાની સાઇઝ જોઈને ભલભલા સર્પમિત્રો પણ ફફડી ગયા હતા. જોકે એ જ વખતે કોઈકે જાનકી દેવી નામનાં સ્નેક લેડીને બોલાવ્યાં. જાનકી દેવીએ થોડી જ વારમાં ૧૦ ફુટ લાંબા કિંગ કોબ્રાને હાથેથી જ પકડી લીધો હતો. કોબ્રાનું મોં પકડીને એને ગળે ભરાવીને જાનકી દેવી એ રીતે ફરતાં હતાં જાણે ગળામાં દોરડું ભરાવ્યું હોય. ૧૨ વર્ષની ઉંમરથી ઝેરી સાપોને રેસ્ક્યુ કરવામાં માહેર જાનકી દેવીએ હજારો સાપ રેસ્ક્યુ કર્યા છે. રેસ્ક્યુ દરમ્યાન તેમને અનેક વાર સાપ કરડી ચૂક્યો છે. આ વખતે પણ કોબ્રાએ તેમને ડંખ મારી દીધો હતો. એમ છતાં તેમણે ધીરજથી રેસ્ક્યુની પ્રોસેસ પતાવી હતી અને સાપને જંગલમાં છોડીને હૉસ્પિટલમાં સારવાર માટે ભરતી થઈ ગયાં. તાત્કાલિક સારવાર મળી જતાં તેમનો જીવ બચી ગયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 03:03 PM IST | Champaran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK