Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બકરી કૂવામાં પડી ગઈ તો બાળકને દોરડાથી બાંધીને નીચે ઉતાર્યું

બકરી કૂવામાં પડી ગઈ તો બાળકને દોરડાથી બાંધીને નીચે ઉતાર્યું

Published : 28 February, 2026 12:14 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

The child held on to the goat tightly, risking his life. Irfan`s bravery is now being discussed on social media.

બકરી કૂવામાં પડી ગઈ તો બાળકને દોરડાથી બાંધીને નીચે ઉતાર્યું

અજબગજબ

બકરી કૂવામાં પડી ગઈ તો બાળકને દોરડાથી બાંધીને નીચે ઉતાર્યું


બિહારના મોતિહારીના એક ગામમાં કૂવામાં પડેલી ગયેલી બકરી કાઢવાનો જુગાડ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. કૂવો સુકાઈ ગયો હતો, પરંતુ હતો ઘણો ઊંડો. બકરી અંદર પડ્યા પછી ગભરાઈ ગઈ હતી. એવામાં ચાર-પાંચ વર્ષના એક છોકરાએ બહાદુરીનું કામ કર્યું. તે કૂવામાં ઊતરવા તૈયાર થઈ ગયો. છોટા અન્સારી નામના ભાઈનો આ દીકરો ઇરફાન કૂવામાં જઈને બકરીને કાઢવા તૈયાર થયો હતો. મોટેરાંઓએ આ દીકરાને દુપટ્ટો બાંધીને એ દુપટ્ટાને રસ્સીથી બાંધીને નીચે ઉતાર્યો. બાળકે નીચે જઈને ધીમે-ધીમે બકરીને હલાવી. પહેલાં એને તપાસીને જોયું કે એને કંઈ થયું તો નથીને? એ પછી પોતાની ગોદમાં લઈ લીધી. કૂવાની બહાર ઊભેલા ગામલોકોએ દીકરાને બકરી સહિત ઉપર ખેંચી લીધો. બાળકે પોતાના જીવની પરવા કર્યા વિના બકરીને મજબૂતીથી પકડી રાખી. ઇરફાનની બહાદુરીની ચર્ચા હવે સોશ્યલ મીડિયા પર થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 12:14 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK