આ કલેક્શન માટે તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં હવે લાર્જેસ્ટ લિટલ પોની કલેક્ટર તરીકે નોંધાઈ ગયું છે
મિરાન્ડા વર્બીનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં હવે લાર્જેસ્ટ લિટલ પોની કલેક્ટર તરીકે નોંધાઈ ગયું
બ્રિટનની મિરાન્ડા વર્બી નામની મહિલાને બાળપણથી ઘોડા બહુ ગમતા. બાળપણમાં તેણે પેરન્ટ્સ પાસે એક ઘોડો પાળવા માટે બહુ જીદ કરેલી, પણ પેરન્ટ્સ માન્યા નહીં. પેરન્ટ્સ તેને હંમેશાં સમજાવતાં કે ઘોડો પાળવો સહેલો નથી, એની પાછળ બહુ ખર્ચ થાય જે આપણે કરી શકીએ એમ નથી. ડાહી મિરાન્ડા એ વખતે તો માની ગઈ, પણ તેણે પેરન્ટ્સને કહ્યું ભલે અસલી ઘોડો ન લાવી આપો, રમકડાંનું લિટલ પોની તો આપી જ શકોને? પેરન્ટ્સ અવારનવાર તેને આવાં લિટલ પોની ટૉય્ઝ ગિફ્ટ કરવા લાગ્યા અને મિરાન્ડાને મજા પડવા લાગી. તેણે પોતાને મળેલા દરેક લિટલ પોની ટૉયને સાચવી રાખ્યું એટલું જ નહીં, મોટા થયા પછી તો જ્યાંથી મળે ત્યાંથી અલગ-અલગ રંગ અને શેપવાળાં પોની ટૉય્ઝ એકત્ર કરવાનું શરૂ કર્યું. આ કલેક્શન હવે ૪૫૫૦ના આંકડાને આંબી ગયું છે. આ કલેક્શન માટે તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં હવે લાર્જેસ્ટ લિટલ પોની કલેક્ટર તરીકે નોંધાઈ ગયું છે. ૧૯૯૭ની સાલથી તેનું કલેક્શન શરૂ થયું હતું જે હવે ૩૦ વર્ષ પછી રેકૉડબ્રેક કલેક્શન બની ગયું છે. આ તમામ રમકડાંની જાળવણી અને પ્રદર્શન માટે ઘરનો મોટો હૉલ તેણે ફાળવ્યો
