Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં ૧૦ મિનિટમાં ૧.૫ લીટર કોલ્ડ ડ્રિન્ક પી જનારા બાવીસ વર્ષના યુવકનું મૃત્યુ થઈ ગયું

ચીનમાં ૧૦ મિનિટમાં ૧.૫ લીટર કોલ્ડ ડ્રિન્ક પી જનારા બાવીસ વર્ષના યુવકનું મૃત્યુ થઈ ગયું

Published : 30 September, 2026 01:52 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૅસનું પ્રમાણ વધી જતાં લિવર સુધી ઑક્સિજન પહોંચવાનું અટકી ગયું અને તાત્કાલિક લિવર ફેઇલ થઈ જતાં યુવાનને પેટમાં ધીમો દુખાવો ઊપડ્યો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગરમીથી રાહત મેળવવા માટે જુવાનિયાઓ કોલ્ડ ડ્રિન્ક્સ ઢીંચી જતા હોય છે. જોકે ચીનની રાજધાની બીજિંગમાં બાવીસ વર્ષના એક યુવાનને ગરમીથી છુટકારો મેળવવા માટે કોલ્ડ ડ્રિન્ક પીવાનું ભારે પડી ગયું. યુવાનને બહુ તરસ લાગી હતી એટલે તે એકસાથે ૧.૫ લીટર કોલ્ડ ડ્રિન્ક ગટગટાવી ગયો હતો. જોકે એ કાર્બોનેટેડ ડ્રિન્ક હોવાથી શરીરમાં ગૅસનું સ્તર ખતરનાક રીતે વધી ગયું હતું. ગૅસનું પ્રમાણ વધી જતાં લિવર સુધી ઑક્સિજન પહોંચવાનું અટકી ગયું અને તાત્કાલિક લિવર ફેઇલ થઈ જતાં યુવાનને પેટમાં ધીમો દુખાવો ઊપડ્યો હતો. લગભગ ૬ કલાક પછી દુખાવો અસહ્ય થઈ જતાં તરત તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં સુધીમાં લિવર સહિત આંતરિક અવયવો પર સોજો આવી ગયો હતો, હાર્ટ-રેટ ખૂબ જ વધી ગયો અને બ્લડપ્રેશર એટલું ઘટી ગયું કે કોઈ દવા કામ ન લાગી. ડૉક્ટરોએ યુવાનને બચાવવાના તમામ પ્રયત્નો કરી લીધા, પણ લિવર એ હદે ડૅમેજ થઈ ગયું હતું કે જીવ બચાવવો સંભવ ન બન્યો. ટૂંકમાં કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિન્ક્સ પીવામાં પ્રમાણભાન રાખવું જરૂરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 01:52 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK