Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાણી પીવા માટે હેલિકૉપ્ટર લઈને ગ્લૅસિયર પર જાય છે આ બહેન

પાણી પીવા માટે હેલિકૉપ્ટર લઈને ગ્લૅસિયર પર જાય છે આ બહેન

Published : 06 May, 2026 04:22 PM | IST | Alaska
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્લૅસિયરનું પાણી પીવાના આ વિડિયોમાં તે કહે છે કે મને સમજાતું નથી કે લોકો બૉટલનું પાણી પીતાં કઈ રીતે હશે? આ બહેનના સવાલની સામે લોકોએ અમીરીના દેખાડા માટે તેને ખૂબ ટ્રોલ કરી છે.

પાણી પીવા માટે હેલિકૉપ્ટર લઈને ગ્લૅસિયર પર જાય છે આ બહેન

પાણી પીવા માટે હેલિકૉપ્ટર લઈને ગ્લૅસિયર પર જાય છે આ બહેન


બિઝનેસમૅન પરિવારની એક દીકરીનો સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે. તેને પાણી પણ એકદમ શુદ્ધ અને ફ્રેશ જોઈએ છે. તે કદી બૉટલનું કે બ્રૅન્ડેડ પાણી વાપરતી નથી. વાત એમ છે કે એના લિન્ડે નામની આ યુવતીનો દાવો છે કે તે પાણી માટે હેલિકૉપ્ટર લઈને ગ્લેશિયર પાસે જાય છે અને ત્યાં બરફમાંથી પીગળીને બનેલું કુદરતી ગ્લૅસિયર વૉટર જ પીએ છે. આ તેની  લાઇફસ્ટાઇલ છે એવો દાવો કરતી એક રીલ પણ બનાવી છે. એ રીલમાં તે સવારે ઊઠીને ફ્રેશ થઈને હેલિકૉપ્ટરમાં બેસીને ગ્લૅસિયર્સ પાસે જાય છે અને ત્યાં વહેતા પારદર્શક પાણીને ખોબામાં લઈને પીએ છે. આ વાત ખરેખર કેટલી સાચી કે ખોટી એ તો એનાબહેન પોતે જ જાણે. જોકે એના એક મોટા બિઝેનસ પરિવારની વારસદાર છે અને તેમનો અબજોનો રિયલ એસ્ટેટ અને ઑઇલનો કારોબાર છે. એના હંમેશાં પ્રાઇવેટ જેટમાં ફરતી એના લક્ઝરી વૅકેશન્સ અને મોંઘી બ્રૅન્ડ્સની રીલ્સ બનાવતી રહેતી હોય છે. ગ્લૅસિયરનું પાણી પીવાના આ વિડિયોમાં તે કહે છે કે મને સમજાતું નથી કે લોકો બૉટલનું પાણી પીતાં કઈ રીતે હશે? આ બહેનના સવાલની સામે લોકોએ અમીરીના દેખાડા માટે તેને ખૂબ ટ્રોલ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 04:22 PM IST | Alaska | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK