Thane Fire: મુંબરાના કૌસા વિસ્તારમાં જામા મસ્જિદની પાસે એક પાર્ક કરેલી કારમાં મંગળવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી
તસવીર સૌજન્ય: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ
Thane Fire: મુંબઈના થાણે વિસ્તારમાંથી એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગનો બનાવ મુંબરાના કૌસા વિસ્તારમાં બન્યો હતો. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર મુંબરાના કૌસા વિસ્તારમાં જામા મસ્જિદની પાસે એક પાર્ક કરેલી કારમાં મંગળવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ મામલે ટીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે તેને ૬ મેના રોજ રાત્રે 12:41 વાગ્યે મુંબરા ફાયર બ્રિગેડને આ આગ લાગવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી ગઈ હતી. પાર્ક કરેલી મારુતિ સુઝુકી ટૂર કારનો રજિસ્ટ્રેશન નંબર MH 03 DV 9775 છે. જોકે હજી સુધી આ વેહિકલના માલિકની ઓળખ થઈ શકી નથી.
ફાયર બ્રિગેડના (Thane Fire) જવાનો એક ફાયર એન્જિન અને બચાવ વાહન સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ટીએમસીના જણાવ્યા અનુસાર લગભગ 1:10 વાગ્યે કારને ભરડામાં લઈ બેઠેલી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ બુઝાઈ ગઈ હોઇ હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે.
ADVERTISEMENT
મુંબઈમાં આગની અન્ય ઘટના: સલૂન અને કાપડ ફેક્ટરીમાં આગ
સોમવારે વહેલી સવારે મુંબઈમાં સલૂન અને કપડાની ફેક્ટરીમાં આગ (Thane Fire) લાગી ગઈ હતી. આ હાદસામાં 65 વર્ષીય વ્યક્તિ દાઝી ગયો હતો એમ અધિકારીઓએ જણાવ્યું હતું. વડાલાના સંગમ નગરમાં સોલ્ટ પાન રોડ પર આવેલ એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનમાં મોડી રાત્રે 1.34 વાગ્યે આગ લાગી હતી. સલૂનમાં આઆગ લાગતાં જ હેર કટિંગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. એટલું જ નહીં આ આગે બાજુમાં આવેલ કાપડના યુનિટને પણ ભરડામાં લીધું હતું, એમ એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનામાં મોહમ્મદ ઉમર તરીકે ઓળખાતો એક વ્યક્તિ 8થી 9 ટકા દાઝી ગયો હતો અને તેને સાયનની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે જ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછી ચાર ફાયર એન્જિન અને અન્ય અગ્નિશામક વાહનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
નવી મુંબઈમાં ખુલ્લા મેદાનમાં ફરી લાગી આગ, કોઈ જાનહાનિ નહીં
તાજેતરમાં જ નવી મુંબઈમાં એક ખુલ્લા મેદાનમાં આગ (Thane Fire) લાગી હતી. આ ઘટના બન્યાના એક દિવસ પછી, સોમવારે ફરી એ જ જગ્યાએ આગ લાગી હતી. ભંગારના ઢગલામાં લાગેલી આ આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે રવિવારે બપોરે ભંડારલી ગામમાં એક ગ્રાઉન્ડમાં સ્ક્રેપના ઢગલામાં પણ આગ લાગી હતી.
