Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાંચ કરોડ રૂપિયા ચૂકવવાનો ઇનકાર કર્યો એટલે મને આ વખતે ટિકિટ ન આપી

પાંચ કરોડ રૂપિયા ચૂકવવાનો ઇનકાર કર્યો એટલે મને આ વખતે ટિકિટ ન આપી

Published : 06 May, 2026 07:05 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને મમતા બૅનરજી સરકારમાં મિનિસ્ટર રહી ચૂકેલા મનોજ તિવારીનો ચોંકાવનારો આક્ષેપ

મનોજ તિવારી

મનોજ તિવારી


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) છોડવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી હારી ગયાના એક દિવસ પછી જ તેણે આ નિર્ણય લીધો હતો. બંગાળના જુનિયર રમતગમત પ્રધાન તરીકે સેવા આપી ચૂકેલા મનોજ તિવારીએ પાર્ટી તરફથી ૨૦૨૧માં શિબપુર વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી.

મનોજ તિવારીએ કહ્યું હતું કે ‘TMCમાં જે પાંચ કરોડ રૂપિયા આપી શક્યા તેમને ટિકિટ મળી. મારી પાસે પણ પૈસા માગવામાં આવ્યા હતા, પરંતુ મેં પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો. ૭૦-૭૨ ઉમેદવારોએ પાંચ કરોડ આપ્યા હતા. આ પાર્ટી સાથેનું મારું ચૅપ્ટર હવે મારા માટે બંધ થઈ ગયું છે.મને આ કારમી હારથી બિલકુલ આશ્ચર્ય થયું નથી. જ્યારે આખો પક્ષ ભ્રષ્ટાચારમાં ડૂબેલો હોય અને કોઈ પણ ક્ષેત્રમાં બિલકુલ વિકાસ ન થયો હોય ત્યારે આવું થવાનું હતું.’ 


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 07:05 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK