Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૅન્સર-સર્વાઇવર ડૉગી બન્યો વર્લ્ડ ડૉગ સર્ફિંગ ચૅમ્પિયનશિપ

કૅન્સર-સર્વાઇવર ડૉગી બન્યો વર્લ્ડ ડૉગ સર્ફિંગ ચૅમ્પિયનશિપ

Published : 04 August, 2026 05:58 PM | IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅલિફૉર્નિયામાં યોજાયેલી વાર્ષિક ડૉગ સર્ફિંગ સ્પર્ધામાં કૅન્સરને હરાવનાર રસ્ટીએ જાયન્ટ કેટેગરીમાં જીત મેળવી. તેની જીતે પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો.

કૅન્સર-સર્વાઇવર ડૉગી બન્યો વર્લ્ડ ડૉગ સર્ફિંગ ચૅમ્પિયનશિપ

કૅન્સર-સર્વાઇવર ડૉગી બન્યો વર્લ્ડ ડૉગ સર્ફિંગ ચૅમ્પિયનશિપ


અમેરિકાના કૅલિફૉર્નિયામાં દર વર્ષે કૂતરાઓ સર્ફિંગ બોર્ડ પર ચડીને સમુદ્રની લહેરો પર સર્ફ કરે છે. આ વાર્ષિક ઇવેન્ટમાં ભાગ લેવા માટે અમેરિકાના ખૂણેખૂણાથી ડૉગીઓ આવે છે. એમાં ત્રણ પ્રકારના ડૉગીઓની કૅટેગરી હોય છે. જાયન્ટ, મીડિયમ અને સ્મૉલ. જે ડૉગી સૌથી લાંબો સમય સર્ફ-બોર્ડ પર ટકી રહે અને સમુદ્રનાં કેટલાં ઊંચાં મોજાં પરથી પસાર થાય છે એ અધારે માર્ક્સ અપાય છે. આ ઇવેન્ટમાં જાયન્ટ કૅટેગરીમાં રસ્ટી નામનો ડૉગ બાજી મારી ગયો હતો. આ ડૉગ અને એની માલિકણ બન્ને કૅન્સરને માત આપી ચૂક્યાં છે. આ ડૉગને મેદાનમાં ઉતારવાનો હેતુ પણ એ સંદેશ આપવાનો હતો કે જેમ માણસો પણ કૅન્સરથી ઊગરી શકે છે એમ શ્વાનો પણ ઊગરી શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 05:58 PM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK