Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વેઇટલિફ્ટિંગના મેડલવિજેતાઓનું કૅશ પ્રાઇઝથી સન્માન કર્યું સ્પોર્ટ્‍સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ

વેઇટલિફ્ટિંગના મેડલવિજેતાઓનું કૅશ પ્રાઇઝથી સન્માન કર્યું સ્પોર્ટ્‍સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ

Published : 04 August, 2026 05:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કોમનવેલ્થ ગેમ્સના વેઇટલિફ્ટિંગ મેડલવિજેતાઓને રોકડ ઇનામ આપીને સન્માનિત કર્યા. ગોલ્ડ વિજેતાને ₹30 લાખ સુધીનું ઇનામ અપાયું.

વેઇટલિફ્ટિંગના મેડલવિજેતાઓનું કૅશ પ્રાઇઝથી સન્માન કર્યું સ્પોર્ટ્‍સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ

વેઇટલિફ્ટિંગના મેડલવિજેતાઓનું કૅશ પ્રાઇઝથી સન્માન કર્યું સ્પોર્ટ્‍સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ


કેન્દ્રીય સ્પોર્ટ્‍સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ ગઈ કાલે ભારત પાછા આવેલા કૉમનવેલ્થ ગેમ્સના વેટલિફ્ટિંગ મેડલવિજેતાઓનું કૅશ પ્રાઇઝથી સન્માન કર્યું હતું. ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓને રમતગમત મંત્રાલય તરફથી ૩૦ લાખ રૂપિયા, સિલ્વર મેડલવિજેતાઓને ૨૦ લાખ રૂપિયા અને બ્રૉન્ઝ મેડલવિજેતાઓને ૧૦ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. 
ભારતીય વેઇટલિફ્ટિંગ ટીમમાંથી માત્ર મીરાબાઈ ચાનુએ એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. વેઇટલિફ્ટિંગમાં ભારતને ૬ સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ પણ મળ્યો હતો. તમામ ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પણ મેડલ જીતવાની આશા વ્યક્ત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 05:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK