છત્તીસગઢના ટીચરનું અંગ્રેજી જોઈને ચક્કર આવી જશે, કહે છે...
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
છત્તીગઢના બલરામપુર જિલ્લાના વાડ્રફનગરની પ્રાઇમરી સ્કૂલમાં એક શિક્ષક બ્લૅકબોર્ડ પર જેવું અંગ્રેજી લખીને શીખવી રહ્યા હતા એ જોઈને ચક્કર આવી જાય. પ્રવીણ નામના આ ટીચરને નાક, કાન અને આંખને અંગ્રેજીમાં શું લખાય એના સ્પેલિંગ કે અઠવાડિયાના ૭ વારના અંગ્રેજી નામનો સ્પેલિંગ શું થાય એ પણ નથી આવડતો. તેઓ નાકને નોઝ (NoGe), કાનને ઇયર (EaRe) તેમ જ આંખને આઇ (ley) જેવા સ્પેલિંગ લખે છે. તેમને ફાધર, મધર અને સિસ્ટરના સ્પેલિંગ પણ નથી આવડતા. ટીચરનો વિડિયો વાઇરલ થયા પછી તેમની નોકરી જતી રહી છે.


