Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચૅટિંગ ગ્રુપમાં પત્નીની બૂરાઈ કરવી એ પણ ઘરેલુ હિંસા જ ગણાય

ચૅટિંગ ગ્રુપમાં પત્નીની બૂરાઈ કરવી એ પણ ઘરેલુ હિંસા જ ગણાય

Published : 30 July, 2026 05:54 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનની અદાલતે પત્ની વિશે જાહેર સોશિયલ મીડિયા ગ્રુપમાં અપમાનજનક પોસ્ટ કરવી પણ ઘરેલુ હિંસા ગણાય એવો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે પતિને ફરી આવું કરવાથી કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શીર્ષક વાંચીને ભારતીયોએ ચોંકવાની જરૂર નથી. આ સ્ટેટમેન્ટ ચીનની કોર્ટનું છે. ચીનના શાંઘાઈમાં એક ભાઈ પોતાની સ્કૂલ અને મોહલ્લાના વૉટ્સઍપ ગ્રુપમાં પત્ની વિશે ઘસાતું લખતો હતો. જ્યારે પત્નીનાં પિયરિયાંને આ ખબર પડી તો તેઓ આ મામલાને કોર્ટમાં ખેંચી ગયા હતા. ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં આ ભાઈએ કેટલાક સોશ્યલ મીડિયા મેસેજિંગ ઍપ્સના ગ્રુપ્સમાં પત્નીની બૂરાઈ કરતી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ જોઈને તેમનો દીકરો બહુ ડિસ્ટર્બ થઈ ગયો હતો. તેને પોતાના પાડોશીઓ, દોસ્તોમાં હળતાંભળતાં શરમ આવવા લાગી હતી. આ બાબતે દીકરાના મામા તેની મદદે આવ્યા અને તેમની મદદથી દીકરાએ પિતાને કોર્ટમાં પડકારીને આવું ન કરવાની માગણી કરી હતી. શાંઘાઈની ન્યુ એરિયા પીપલ્સ કોર્ટે કહ્યું હતું કે જાહેર ગ્રુપમાં પરિવારની અંગત વાતો કરીને ભૂંડી કમેન્ટ કરવી એ કોઈ સામાન્ય પારિવારિક વાત નથી, આ ઘરેલુ હિંસાની શ્રેણીમાં જ આવે. કોર્ટે કહ્યું હતું કે જો પતિ હવે ફરીથી આ પ્રકારની ઑનલાઇન પોસ્ટ કરશે તો તેને ડોમેસ્ટિક વાયલન્સ અંતર્ગત સજાને પાત્ર ગણવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 05:54 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK