ધ હન્ડ્રેડ મહિલા ટુર્નામેન્ટમાં સ્મૃતિ માન્ધનાએ અણનમ 88 રનની શાનદાર ઇનિંગ્સ રમીને મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સને ચાર વિકેટે જીત અપાવી હતી. આ ઇનિંગ્સ ધ હન્ડ્રેડમાં કોઈ ભારતીય મહિલા બેટરનો બીજો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર પણ બની છે.
સ્મૃતિ મંધાના
ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી મહિલાઓની ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ભારતીય સ્ટાર ખેલાડી સ્મૃતિ માન્ધનાએ એકલે હાથે તેની ટીમને વિજય અપાવ્યો હતો. મંગળવારે મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ વતી રમતાં સ્મૃતિએ ૫૦ બૉલમાં ૪ સિક્સર અને ૭ ફોર સાથે અણનમ ૮૮ રન ફટકારીને ટીમને ચાર બૉલ બાકી રાખીને ચાર વિકેટે વિજય અપાવ્યો હતો. સ્મૃતિ સિવાય કૅપ્ટન મેગ લૅનિંગ (૨૪) જ બે આંકડાનો સ્કોર બનાવી શકી હતી. ૧૪૩ રનના ટાર્ગેટ સામે એક સમયે ટીમે ૭૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પણ સ્મૃતિ અણનમ રહીને ટીમને એકલે હાથે વિજય તરફ દોરી ગઈ હતી.
આ ટુર્નામેન્ટમાં સ્મૃતિના અણનમ ૮૮ રન કોઈ પણ ભારતીય બૅટરે બનાવેલો સેકન્ડ-હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર બની ગયો હતો. જેમિમા રૉડ્રિગ્સના અણનમ ૯૨ રન હાઇએસ્ટ છે.
