રોજની મજૂરી છોડીને તે ઇલાજ કરાવવા જઈ શકે એમ ન હોવાથી તેણે પીડા સહન કર્યે રાખી હતી
ડૉક્ટરોએ સર્જરી કરીને દડા જેવડી મોટી પથરી કાઢવામાં સફળતા મેળવી હતી
ચીનમાં એક અચંબિત થઈ જવાય એવો મેડિકલ કેસ સામે આવ્યો છે. ૫૬ વર્ષના એક ખેડૂતના મૂત્રાશયમાંથી ડૉક્ટરોએ ૧.૩ કિલોની એક મોટી પથરી કાઢવાની સર્જરી કરી છે. છેલ્લાં ત્રણ વર્ષથી ખેડૂતભાઈને યુરિન પાસ કરવામાં તકલીફ થતી હતી. ખેડૂતને ખૂબ દુખાવો થતો હતો પણ પેઇનકિલર દવાઓથી તે કામ ચલાવી લેતો હતો. રોજની મજૂરી છોડીને તે ઇલાજ કરાવવા જઈ શકે એમ ન હોવાથી તેણે પીડા સહન કર્યે રાખી હતી. આખરે જ્યારે ભારે ઇન્જેક્શનો લીધા પછી પણ તેને રાહત નહોતી મળતી ત્યારે તે સરકારી હૉસ્પિટલ પહોંચ્યો હતો અને ત્યાં એક્સ-રેમાં ડૉક્ટરો જાયન્ટ પથરી જોઈને ચોંકી ગયા હતા. ડૉક્ટરોએ સર્જરી કરીને દડા જેવડી મોટી પથરી કાઢવામાં સફળતા મેળવી હતી.
