ચીનના શેનઝેનમાં વિશ્વની પહેલવહેલી ફ્રી-સ્ટાઇલ હ્યુમનૉઇડ રોબોની ફાઇટનું આયોજન થયું છે. એમાં ૩૨ દેશોની રોબો-ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધાની પ્રાઇઝ-મની છે ૧.૨૫ કરોડ યુઆન એટલે કે લગભગ ૧૨ કરોડ રૂપિયા. સ્વાભાવિક છે
ચીનમાં યોજાઈ રોબો વચ્ચે પહેલવહેલી ફ્રી-સ્ટાઇલ ફાઇટ
ચીનના શેનઝેનમાં વિશ્વની પહેલવહેલી ફ્રી-સ્ટાઇલ હ્યુમનૉઇડ રોબોની ફાઇટનું આયોજન થયું છે. એમાં ૩૨ દેશોની રોબો-ટીમોએ ભાગ લીધો છે. આ સ્પર્ધાની પ્રાઇઝ-મની છે ૧.૨૫ કરોડ યુઆન એટલે કે લગભગ ૧૨ કરોડ રૂપિયા. સ્વાભાવિક છે ઇનામની રકમ જોઈને રોબો બનાવનારી ટીમોએ પોતાની બેસ્ટ રજૂઆત કરી છે. ૩૨ ટીમોએ એન્જિનAIના T800 ટાઇપના હ્યુમનૉઇડ રોબો વાપર્યા છે. આ રોબો હાથ અને પગ બન્નેથી કિક મારે છે, હવામાં ઊછળીને વિરોધી પર વાર કરી શકે છે અને જો ધારો કે પોતે પડી જાય તો તરત ઊઠીને પાછું સંતુલન પણ મેળવી લે છે. કેટલીક મૅચ જોતાં આ રોબો જાણે પ્રોફેશનલ રેસલર હોય એ અંદાજમાં લડી રહ્યા છે. એક મૅચમાં તો રોબોનું માથું અલગ થઈ ગયું હોવા છતાં એ લડતો રહ્યો હતો. જાન રેડીને લડી રહેલા આ રોબોને પણ જાણે ઇનામની રકમની ખબર પડી ગઈ હોય એવું લાગે છે.
