આ સર્વિસ ખૂબ જ નૉમિનલ ચાર્જ સાથે મળે છે. ફોન પર જ વાત થતી હોવાથી તમારી ઓળખ ગુપ્ત રહે છે.
પ્રતીકાત્મક તસવીર
એવી કઈ વ્યક્તિ હશે જેને પોતાના જીવનમાં તેની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ માટે ગુસ્સો ન આવ્યો હોય? વર્કપ્રેશરના સ્ટ્રેસને કારણે હોય કે પછી તમારી સાથે રમાતી રાજરમતનો ગુસ્સો, બધું જ સાંભળીને તમને શાંત કરી આપે એવી એક ઍપ શરૂ થઈ છે ચીનમાં. ‘મિઆઓ હુઈ શી’ નામની આ સર્વિસ એવા લોકોને મદદ કરે છે જે લોકો ગુસ્સો ફીલ કરી રહ્યા હોય, કોઈક કારણસર ઉદાસ અને ઇમોશનલી ડિસ્ટર્બ્ડ ફીલ કરી રહ્યા હોય. મોટા ભાગે પ્રોફેશનલ વર્કને કારણે આવી લાગણીઓના વમળમાં જો તમે ફસાયા હોય તો ચીની સર્વિસ તમારી વાત શાંતિથી સાંભળશે, કોઈ જ પૂર્વગ્રહ વિના અને કોઈ જ પૂર્વધારણાઓ બાંધ્યા વિના. તમે કોઈ જ ચિંતા વિના તમારા મગજની ભડાસ એક એવી જગ્યાએ કાઢી નાખી શકો છો જેનાથી તમારી કરીઅર કે જૉબને કોઈ તકલીફ નથી થવાની. આ સર્વિસ ખૂબ જ નૉમિનલ ચાર્જ સાથે મળે છે. ફોન પર જ વાત થતી હોવાથી તમારી ઓળખ ગુપ્ત રહે છે. ચીની કંપનીનું કહેવું છે કે કૉર્પોરેટ કંપનીના કર્મચારીઓ તેમનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટે આ સર્વિસનો ધૂમ ઉપયોગ કરે છે. તેઓ ગુસ્સો કાઢે છે અને સર્વિસ પ્રોવાઇડર ઍપના નિષ્ણાતો એ સાંભળે છે અને તેમનું મગજ શાંત થાય એવો રિસ્પૉન્સ આપે છે.


