Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૫૦ એકરમાં ફેલાયેલું સોલર ફાર્મ પાન્ડા જેવું દેખાય છે

૨૫૦ એકરમાં ફેલાયેલું સોલર ફાર્મ પાન્ડા જેવું દેખાય છે

Published : 25 May, 2026 09:45 AM | IST | Datong
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસમાનમાંથી ૨૫૦ એકરના વિસ્તારમાં ફેલાયેલો દેખાતો પાન્ડા ચીનની ખાસિયતને પણ ઉજાગર કરે છે અને લૅન્ડસ્કેપ આર્ટનો પીસ પણ છે

ચીનના ડાટોન્ગમાં આવેલું સોલર ફાર્મ

અજબ ગજબ

ચીનના ડાટોન્ગમાં આવેલું સોલર ફાર્મ


ચીનના ડાટોન્ગમાં એક સોલર ફાર્મ છે. એ ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશાળ હોવાની સાથે-સાથે આર્ટવર્કનો નમૂનો પણ છે. આ સોલર ફાર્મ બનાવવા માટે જે સોલર પૅનલ્સ બનાવવામાં આવી છે એ બ્લૅક અને વાઇટ પૅટર્નમાં છે. એ બન્ને પૅટર્નને એવી રીતે ગોઠવવામાં આવી છે કે એનાથી જાયન્ટ પાન્ડાનો શેપ રચાય છે. આસમાનમાંથી ૨૫૦ એકરના વિસ્તારમાં ફેલાયેલો દેખાતો પાન્ડા ચીનની ખાસિયતને પણ ઉજાગર કરે છે અને લૅન્ડસ્કેપ આર્ટનો પીસ પણ છે. આ સોલર ફાર્મની કૅપેસિટી ૧૦૦ મેગાવૉટ ક્ષમતાની છે જે આગામી પચીસ વર્ષમાં ૩.૨ અબજ કિલોવૉટની ક્લીન એનર્જી જનરેટ કરશે. એનાથી ૧૦ લાખ ટન કોલસો બચશે અને ૨૭.૪ ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછો પેદા થશે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની સાથે ડેવલપ કરવામાં આવેલી આ સાઇટ એક યુથ ઍક્ટિવિટી સેન્ટર તરીકે પણ કાર્યરત છે. અહીં વિદ્યાર્થીઓ ક્લાઇમેટ ચેન્જ અને સોલર ટેક્નૉલૉજી વિશે શીખે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 09:45 AM IST | Datong | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK