ઘરની અંદર ૬૦ ડેસિબલથી ઓછા સ્તરે અવાજ થતો હોય અને રાતે ૧૦ પછી ૫૦ ડેસિબલથી ઓછો અવાજ થતો હોય તો પોલીસ એમાં કોઈ દખલઅંદાજી કરી ન શકે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત એક ન્યુઝ મુજબ ચીનના ગુઆંગડૉન્ગ પ્રાંતમાં રહેતા લુ અને તેના રૂમમેટ લીનો તેમના પાડોશી સાથે ઝઘડો થઈ ગયો. ઝઘડામાં બોલાચાલી પૂરી થયા પછી પણ ગુસ્સો હજી મનમાં રહી ગયો હતો એટલે લુ અને લીએ પાડોશીથી બદલો લેવા માટે રોજ સાંજ પડ્યે ભૂતોના ડરામણા અવાજો સ્પીકર પર વગાડવાનું શરૂ કર્યું. બન્ને વચ્ચે એક જ દીવાલ હતી અને તેના ઘરની દીવાલ પાસે જ આ સ્પીકર મૂકેલું હોવાથી ડરામણા અવાજો સતત પાડોશીના ઘરમાં જતા હતા. ભૂતોની ડરામણી સ્ટોરીઓ સાથેનું ડરામણું બૅકગ્રાઉન્ડ બપોરે ૩.૩૦થી શરૂ કરીને રાતે ૧૦ વાગ્યા સુધી ચાલતું રહેતું હતું. જોકે આ પગલાને કારણે જે પાડોશી સાથે બદલો લેવો હતો તે જ નહીં, અન્ય પાડોશીઓ પણ ખૂબ હેરાન થતા હતા. આખરે લુ અને લીના ઘરની ઉપર રહેતા પાડોશીએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસ આવી અને તપાસ કરીને ગઈ. જોકે ઘરની અંદર ૬૦ ડેસિબલથી ઓછા સ્તરે અવાજ થતો હોય અને રાતે ૧૦ પછી ૫૦ ડેસિબલથી ઓછો અવાજ થતો હોય તો પોલીસ એમાં કોઈ દખલઅંદાજી કરી ન શકે.
