Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘેટાં ચરાવવા બે જણની નિયુક્તિ માટે કંપનીએ જાહેરાત આપી હતી, ૭૦૦થી વધુ લોકોની અરજી આવી

ઘેટાં ચરાવવા બે જણની નિયુક્તિ માટે કંપનીએ જાહેરાત આપી હતી, ૭૦૦થી વધુ લોકોની અરજી આવી

Published : 29 May, 2026 10:47 AM | IST | Shanghai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍડ આપતી વખતે કંપનીને હતું કે જાહેરાતથી કોઈ ઘેટાં ચરાવવાનું કામ કરવા તૈયાર થશે ખરું?

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ચીનમાં રોજગારના બજારોમાં એવી મંદી ચાલી રહી છે કે ભણેલાગણેલા લોકો હોય કે અભણ, કામ મેળવવા માટે તરસે છે. વળી, કેટલાક યુવાનો ૯થી ૬ વાગ્યાની કૉર્પોરેટ ઑફિસના કામથી એટલા કંટાળ્યા છે કે ગામ ભણી શિફ્ટ થઈને ગામોમાં સાદું કામ અને સાદું જીવન જીવવાના સપનાં જોઈ રહ્યા છે. આ વાતનો પુરાવો છે કે તાજેતરમાં ચીનમાં એક કંપનીના માલિકે ઘાસનાં બે મેદાનોમાં ઘેટાં ચરાવવાનું કામ કરી શકે એવા બે લોકો જોઈએ છે એવી જાહેરાત કરી હતી. ઍડ આપતી વખતે કંપનીને હતું કે જાહેરાતથી કોઈ ઘેટાં ચરાવવાનું કામ કરવા તૈયાર થશે ખરું? જોકે તેમને બિલકુલ અંદાજ નહોતો કે તેમની સામે અલગ જ પ્રકારની મુસીબત ઊભી થઈ જશે. જગ્યા ખાલી હતી બે વ્યક્તિની, પરંતુ આ જાહેરાતના જવાબમાં ૭૦૦થી વધુ અરજીઓ કંપનીને મળી. નવાઈની વાત એ હતી કે અરજી કરનારા કંઈ જે-તે ગામમાં રહેતા ગ્રામીણો જ નહોતા, આસપાસનાં શહેરોમાં રહેતા ગ્રૅજ્યુએટ્સ અને ડિગ્રીધારી યુવાનો પણ હતા. યુનિવર્સિટીમાં ટૉપ કરનારા એક યુવાને પણ એ જૉબ માટે અપ્લાય કર્યું હતું. શાંઘાઈ અને ચોન્ગકિન્ગ જેવાં મહાનગરો છોડીને આ કામ માટે ગામમાં શિફ્ટ થવાની તૈયારી પણ અનેક યુવાનોએ બતાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 10:47 AM IST | Shanghai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK