Virat Kohli, Anushka Sharma In Vrindavan: પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા બાળકો સાથે, હાથ જોડીને કર્યા પ્રણામ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઑસ્ટ્રેલિયા (Australia)માં આયોજીત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy)માં ભારતીય ટીમ (Indian Cricket Team)ના સિનિયર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) પાસેથી જેવી અપેક્ષા હતી તેવું પર્ફોમન્સ જોવા નથી મળ્યું. ઑસ્ટ્રેલિયાની ટૂર પરથી પાછા ફર્યા બાદ કિંગ કોહલીની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) અને બાળકો સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. આ તસવીરો તેઓ બાળકો વામિકા (Vamika Kohli) અને અકાય (Akaay Kohli) સાથે વૃંદાવન (Vrindavan) પ્રેમાનંદ મહારાજ (Premanand Maharaj)ના દર્શન કરવા ગયા તે સમયની છે.
View this post on Instagram
ADVERTISEMENT
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો, જેમાં બંને શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજ (Premanand Govind Sharan) પાસેથી આશીર્વાદ લેતા જોઈ શકાય છે. વાયરલ વીડિયો (Viral Videos)માં, શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજ અનુષ્કા અને વિરાટની પ્રશંસા કરતા સાંભળી શકાય છે.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના પુત્ર અકાય અને પુત્રી વામિકા સાથે પ્રેમાનંદ મહારાજજીને મળવા આવ્યા હતા. કોહલી અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજની સામે પહોંચ્યા કે તરત જ તેમણે માથું નમાવીને તેમનું સ્વાગત કર્યું. કોહલી પ્રેમાનંદ મહારાજની સામે પહોંચતાની સાથે જ તેમણે આ બેટ્સમેનને પૂછ્યું, ‘શું તમે ખુશ છો?’ આના પર કોહલીએ માથું હલાવીને હા પાડી અને તે હસતો જોવા મળ્યો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, દંપતીએ પહેલા મહારાજજીને પ્રણામ કર્યા અને ઘણા પ્રશ્નો પણ પૂછ્યા. આ દરમિયાન અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજને કહ્યું, જ્યારે તે છેલ્લી વાર અહીં આવી હતી, ત્યારે તે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા માંગતી હતી, પરંતુ ત્યાં હાજર બધાએ એ જ પ્રશ્ન પૂછ્યો જે તે પૂછવા માંગતી હતી. અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજને કહ્યું, ‘તમે મને ફક્ત પ્રેમ ભક્તિ આપો.’ આના પર પ્રેમાનંદ મહારાજે કહ્યું, ‘તમે ખૂબ જ બહાદુર છો કારણ કે આ સાંસારિક સન્માન પ્રાપ્ત કર્યા પછી, ભક્તિ તરફ વળવું મુશ્કેલ છે. અમને લાગે છે કે ભક્તિનો તેના (કોહલી) પર ખાસ પ્રભાવ પડશે’. આના પર અનુષ્કાએ કહ્યું, ‘ભક્તિથી ઉપર કંઈ નથી.’ પછી પ્રેમાનંદ મહારાજ હસ્યા અને કહ્યું, ‘હા, ભક્તિથી ઉપર કંઈ નથી. ભગવાનમાં શ્રદ્ધા રાખો, તેમનું નામ જપ કરો, અને ખૂબ પ્રેમ અને આનંદ સાથે જીવો.’
View this post on Instagram
કોહલી અને અનુષ્કાની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.
તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં કોહલી સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ તે પછી તેની લય બગડી ગઈ. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન કોહલીને ઓફ-સ્ટમ્પની બહાર જતા બોલમાં સતત મુશ્કેલી પડી અને કુલ આઠ વખત તે આઉટ થયો. તેણે પાંચ મેચમાં ૨૩.૭૫ ની સરેરાશથી ૧૯૦ રન બનાવ્યા. ત્યારબાદ ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીના ભવિષ્ય વિશે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.