ઉંદરડાઓ જમીનમાં ઊંડા ખાડા પાડીને અંદર દર કરી લેતા હોય છે, પરંતુ ઇન્દોરમાં જૂના શાસ્ત્રી બિજ પર રવિવારે અચાનક જ પાંચ ફુટ ઊંડો ખાડો પડી ગયો હતો.
ઇન્દોરમાં ઉંદરડાએ બ્રિજ ખોતરીને ખાડો કરી દીધો
ઉંદરડાઓ જમીનમાં ઊંડા ખાડા પાડીને અંદર દર કરી લેતા હોય છે, પરંતુ ઇન્દોરમાં જૂના શાસ્ત્રી બિજ પર રવિવારે અચાનક જ પાંચ ફુટ ઊંડો ખાડો પડી ગયો હતો. બ્રિજ પર જ્યારે આ ખાડો પડ્યો ત્યારે ટ્રાફિક ઓછો હોવાથી કોઈ ખાસ હાદસો થયો નહોતો. પુલ હજી શરૂ જ થઈ રહ્યો હતો એ જગ્યાએ નીચે ઉંદરડાઓએ એવડું મોટું દર બનાવ્યું હતું કે એનો પાયો જ નબળો પડી ગયો અને કિનારીનો આખો ભાગ જમીનમાં ધસી પડ્યો હતો. નગર નિગમનું કહેવું છે કે આ વિસ્તારમાં ઉંદરોની સંખ્યા ખૂબ વધી ગઈ હોવાથી આમ થયું છે. આ પુલ જૂની વિરાસતોમાંનો એક ગણાય છે.


