પહેલી ઍનિવર્સરી પર ૧૨ કેક કાપવાનો આ અનોખો અંદાજ સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે.
હરખપદૂડા દંપતી
લગ્ન પછીનાં પહેલાં એક-બે વર્ષ હનીમૂન પિરિયડ જ હોય છે. કેટલાક હરખપદૂડા દંપતીઓ દર મહિને લગ્નની મન્થલી ઍનિવર્સરી મનાવે છે અને જો એવું ન કરે તો પહેલી ઍનિવર્સરીમાં તો મજાનું સેલિબ્રેશન હોય જ હોય. આવા જ હરખપદૂડા યુગલની પહેલી લગ્નગાંઠની ઉજવણી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે. યુગલે એક મોટા ટેબલ પર કેક મૂકી છે. પહેલી લગ્નગાંઠ
છે છતાં એક નહીં, ૧૨ કેક ટેબલ પર છે. કદાચ દર મહિનાની એક ગણીને એક-એક કેક ગોઠવવામાં આવી છે. એ પછી તેમણે એ કેક કાપવા માટે નાઇફ નહીં, એક લાંબી કરવત લીધી છે. છ-છ કેકને બે લાઇનમાં ગોઠવી છે અને લાંબી કરવતને બેઉ તરફથી પકડીને એકસાથે છ કેક કાપવામાં આવે છે. પહેલી ઍનિવર્સરી પર ૧૨ કેક કાપવાનો આ અનોખો અંદાજ સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે.
