શું ખરેખર લોકો પુસ્તક વાંચવાના છે? શું પુસ્તકો વાંચ્યા પછી પણ કોઈ આવું કરે ખરું?
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
એક તરફ હવે કોઈ પુસ્તક ખરીદતું નથી એવી ફરિયાદો થાય છે. વાંચન ખૂબ જ ઘટતું જઈ રહ્યું છે અને જ્યારે પુસ્તક વેચવાનાં હોય ત્યારે અનેક ડિજિટલ વર્ઝન નથી એવો સવાલ પૂછે છે એવા સમયમાં કોઈ પુસ્તકમેળામાં લૂંટ મચે તો નવાઈ ન લાગે? યસ, ગયા અઠવાડિયે દિલ્હીમાં યોજાયેલા વર્લ્ડ બુક ફેરમાં છેલ્લા દિવસે ફ્રી મળતી બુક માટે લોકોએ રીતસર લૂંટ મચાવી હતી. વાત એમ હતી કે એક પ્રકાશકે છેલ્લા દિવસે કેટલાંક પુસ્તકો ફ્રીમાં આપશે એવી જાહેરાત કરી હતી. આ જાહેરાતને પૂરી જાણ્યા-સમજ્યા વિના જ લોકો અભરાઈઓ પર પડેલાં પુસ્તકો લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. શું ખરેખર લોકો પુસ્તક વાંચવાના છે? શું પુસ્તકો વાંચ્યા પછી પણ કોઈ આવું કરે ખરું?


