અશ્વિને કહ્યું હતું કે ‘જાડેજાએ વિરાટ કોહલી હવે શું કરી રહ્યો છે એ જોવું જોઈએ. તે કોઈ ચિંતા વગર રમી રહ્યો છે. તે એવી રીતે રમી રહ્યો છે જાણે તે પોતાની દુનિયાનો રાજા હોય. એથી જ તે આ રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે.’
રવીન્દ્ર જાડેજા
ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને તેના લાંબા સમયના સાથી સ્પિનર રવીન્દ્ર જાડેજાને આ મુશ્કેલ સમયમાં અવરોધો છોડીને પોતાની કરીઅરને ફરીથી શાનદાર બનાવવા સૂચન કર્યું છે. અશ્વિને જાડેજાને નવી વસ્તુઓ અજમાવવા અને હઠીલા ન બનવા વિનંતી કરી છે. વન-ડે સહિતની ફૉર્મેટમાં છેલ્લા કેટલાક સમયથી સાધારણ પ્રદર્શન કરતો જોવાથી રવીન્દ્ર જાડેજા ટૂંક સમયમાં રિટાયરમેન્ટ લેશે એવી ચર્ચા ચાલી રહી છે.
પોતાની યુટ્યુલ ચૅનલ પર અશ્વિને જણાવ્યું હતું કે ‘જાડેજા પાસે કેટલીક શક્તિઓ છે જેના પર તેને વિશ્વાસ છે. તે તેની શક્તિઓથી આગળ કંઈ કરશે નહીં. જો તમે અપેક્ષા રાખો છો કે તે ધીમી અને તમે ઇચ્છો એ રીતે બોલિંગ કરે તો એ શક્ય નથી, કારણ કે જાડેજા તેની શક્તિઓ અને તેની મર્યાદાઓમાં રમશે. કંઈક નવું અને અલગ કરવાના ચક્કરમાં નિષ્ફળ જશે અને ટીમમાંથી ડ્રૉપ થશે એવું તેણે નહીં વિચારવું જોઈએ. જાડેજાએ વધુ સકારાત્મક વિચારવું જોઈએ, કારણ કે તેને કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી, તે સિંહ છે, રાજા છે.’
અશ્વિને કહ્યું હતું કે ‘જાડેજાએ વિરાટ કોહલી હવે શું કરી રહ્યો છે એ જોવું જોઈએ. તે કોઈ ચિંતા વગર રમી રહ્યો છે. તે એવી રીતે રમી રહ્યો છે જાણે તે પોતાની દુનિયાનો રાજા હોય. એથી જ તે આ રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે.’ અશ્વિને જાડેજાને કોઈ પણ ચિંતા વગર રમવાથી સલાહ આપી હતી.


